Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

નાગડાવાસના પાટિયાપાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા કચ્છી ઝડપાયો

મોરબી,તા.૪ : જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરની સુચના તેમજ ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ જુગાર અને દારૂની બદી જીલ્લામાં સદતર નાબુદ કરવાના હોય જેથી તાલુકના પી.આઈ. એમ.આર.ગોઢણીયા બાતમી મળી હતી કે મોરબી-માળિયા હાઈવે પરથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની જેથી તાલુકના પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે નાગડાવાસ પાસેથી એક કાર જી.જે.૧૨ સી.જી.૪૯૫૫ શકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે કાર લઈને ભાગવા જતા તેની કારને આતરી રોકતા તેમાંથી દારૂની બોટલ નગ ૩૬ જેની કીમત રૂપિયા ૧૮૭૨૦ બીયર નગ ૬૮ જેની કિમત રૂપિયા ૬૮૦૦ અને કારન કીમત રૂપિયા ૩ લાખ આમ કુલ ૩,૨૫,૫૨૦ નો મુદામાલ સાથે કારમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સ નરસીભા રંભા સાબા રહે ભચાઉ વાળાને પોલીસે ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તેની વધુ તપાસ તાલુકા પોલીસ  ચલાવી રહી છે

મોરબીના કાલિકા પ્લોટમાંથી છરી સાથે ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પ્રિન્સ નીતિનભાઈ પરમાર રહે-મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ વાળો શંકાસ્પદ જણાતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે તેને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ભડીયાદ ગામે દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ભડીયાદ ગામમાં રામપીરના ઢોરા પાસે રેહતા દેવસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ત્યાં દરોડો પાડતા અરવિંદ અજુભાઈ સોમાણી ને પોલીસે ઝડપ્યો હતો અને ઘરમાંથી ૪૦૦ લીટર આથો , ૪૦૦ લીટર દારૂ અને એક બાઈક જી.જે.૦૩ એફ.ઝેડ ૯૧૮૬ કુલ રૂપિયા ૨૧,૭૦૦ મુદામાંલ સાથે એક આરોપી ઝડપ્યો હતો તો મુખ્ય આરોપી દેવસિંહ ઘરે ન હોવાથી તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

માળીયાના મંદરકી ગામે વિદેશી દારૂના જથ્થા સાથ ેએક ઝડપાયો

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાના મંદરકી ગામના ઝાપા નજીક જયંતીભાઈ ગોરધનભાઈ અગેચાણીયા રહે-મંદરકી તા.માળિયા વાળા શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૫ કીમત રૂ.૨૦૦૦ સાથે આરોપી જયંતીભાઈને અટક કરી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની કલાલ શેરીમાં બાઈક ચોરી

શનાળા રોડ પર આવેલ સત્યમપાન વાળી શેરીમાં રહેતા શશીકાંતભાઈ શાંતિલાલ ખખ્ખર (ઉ.૪૬)નું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જીજે ૧૩ પીપી ૧૮૭૬ કીમત રૂ.૨૫,૦૦૦ કોઈ અજ્ણયો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)