Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પૂનમબેન માડમની વધુ એક મહત્વની કમીટીમાં નિમણુંક કરતી કેન્દ્ર સરકાર

જામનગર,તા.૪ :  સતત બે ટર્મથી  સંસદસભ્ય  રહેલા   પૂનમબેન  માડમ ની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણુંક કરવામાં આવી હોય  કેન્દ્ર સરકારશ્રી દ્વારા  તેઓને સોંપવામાં આવતી મહત્વની  જવાબદારીઓ માં વધુ એક યશકલગી ઉમેરાઇ છે

 હાલ સંસદના બજેટ સત્રમાં નવી દિલ્હીમાં  હોવાની સાથે સાથે જામનગર અને દ્વારકા જિલ્લાઓના આમ જોઇએ તો ૧૨-સંસદીય એટલેકે ઓખાથી આમરણ સુધીના વિસ્તારની જે જે બાબતો અંગે કેન્દ્ર સરકારશ્રી તરફથી સુવિધાઓના નિર્ણય થવાના હોય તેવા તમામ વિષયો માટે પ્રજાજનોની જુદી જુદી  રજુઆતોને કેન્દ્ર સરકારશ્રીના  લગત વિભાગોમાં રૂબરૂ  પહોંચાડવી તેમજ ત્યા પણ લોકોની મુલાકાત તેમજ રજુઆતો સાંભળવાની બાબતે તેઓ સતત સક્રિય રહેતા હોવાની બાબત તેમની લોકપ્રિયતાની પારાશીશી છે ઉલ્લેખનીય છે કે તાજેતરની આ વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીના મેમ્બર તરીકેની નિમણુંક ઉપરાંત સંસદસભ્ય  પૂનમબેન માડમ  રેલવે જેવીજ મહત્વની ગણાતી  કમીટી ઓન પબ્લીક અંડરટેકીંગ- સ્ટેન્ડીંગ કમીટી ઓન ઇન્ડસ્ટ્રી-સ્ટેન્ડીંગ કમીટી ઓન વુમન એમ્પાવરમેન્ટ- કન્સલ્ટેટીવ કમીટી ઓન  મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન- ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ  મેડીકલ સાયન્સ( એઇમ્સ-રાજકોટ) અને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન ના મેમ્બર તરીકે મહત્વની જવાબદારીઓ જે કેન્દ્ર સરકારશ્રીએ સોંપી છે તે જવાબદારીઓને સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ નિષ્ઠા પુર્વક સંભાળી નિમણુંકને સાર્થક કરતા  રહ્યા છે.

(12:53 pm IST)