Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીનું અદકેરૂ સન્માન

તસ્વીરમાં આર. એસ. ઉપાધ્યાયનું સાલ ઓઢાડી બુકે આપી સન્માન કરતા કે.ડી. પંડયા, પ્રફુલ્લભાઇ જોષી, ભીખાભાઇ જોષી સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૪: જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી  આર. એસ. ઉપાધ્યાયનો સન્માન સમારોહ મંગળવારના રોજ મનોરંજન સર્કિટ હાઉસ જુનાગઢ ખાતે સાંજે યોજાયો હતો.

જેમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદી તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઇ જોષી ધારાસભ્ય ભીખાભાઇ જોષી હસુભાઇ જોષી ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા બટુકબાપુ, ડો. આર.પી. ભટ્ટ કોર્પોરેટર શિલ્પાબેન જોષી, પલ્લવીબેન ઠાકર, શારદાબેન પુરોહિત, પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષભાઇ દવે તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, મેહુલભાઇ ઉપાધ્યાયછ સરકારી વકીલ નિરવભાઇ પુરોહિત, નિર્ભય પુરોહિત, નોટરી ભરતભાઇ રાવલ માતંગ પુરોહિત જયેશભાઇ ભરાડ, કમલેશભાઇ પંડયા, વિનુભાઇ જોષી, સિધ્ધાર્થભાઇ પંડયા, સનતભાઇ પંડયા, મનિષાબેન દવે કનકબેન વ્યાસ, ગાયત્રીબેન જાની, ભરતભાઇ મેસીયા સહિત સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શ્રી આર. એસ. ઉપાધ્યાયનું સન્માન કર્યુ હતું.

કાર્યક્રમના પ્રારંભ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને નોબલ સ્કુલના સંચાલક કે.ડી. પંડયા એ જણાવ્યું હતું કે શ્રી ઉપાધ્યાય એ ચાર માસ પહેલા જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળવ્યા બાદ ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓ વધુમાં વધુ ઓનલાઇન શિક્ષણ મેળવે અને અભ્યાસથી વંચિત ન રહે તે માટે જીલ્લા ભરતી ૬પ૦ સ્કુલોના આચાર્યોને સતત સુચના આપી રિવ્યુ લેવામાં આવતા જેના કારણે ઓનલાઇન શિક્ષણ મેળવવામાં જુનાગઢ જિલ્લા સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ નંબરે લાવી દીધો તેમજ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ કેશોદ ભેસાણ માણાવદર માંગરોળ વિસાવદર માળીયા હાટીના મેદરડા સહિતના તાલુકાઓમાં શ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ર૦૧૩ બોટલ રકત એકત્ર કરી હોસ્પિટલમાં જરૂરીયાત મંદોને ઉપયોગી થવામાં નિમિત્ત બન્યા છે અને જીલ્લાભરની શાળામાં શિક્ષણની ગુણવતા વધે તે માટે સતત શાળાઓની મુલાકાતી લઇ માર્ગદર્શન આપી રહ્યા છે.

ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે આવા કર્મ નિષ્ઠ અધિકારીનું સન્માન ખુબ જરૂરી છે અને બ્રહ્મસમાજ હમેશા સમાજને દેતા આવ્યો છે આપણે લેવા માટે નહીં પણ દેવા માટે સર્જાયેલ છીએ શ્રી ઉપાધ્યાયની કાર્ય પધ્ધતિને હું હૃદયની બિરદાવી અભિનંદન પાઠવું છું. આ તકે કુલપતિ શ્રી ચેતન ત્રિવેદીશ્રી આર.પી. ભદ્ર સહિતના અધિકારીઓ અને સમાજના આગેવાનોએ શ્રી ઉપાધ્યાયની કામગીરીની પ્રશંસા કરી સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદ આપ્યા હતા.

સન્માનનો પ્રતિભાવ આપતા શ્રી ઉપાધ્યાયએ જણાવ્યુ઼ હતું કે જ્ઞાતિ ગંગાએ મારી કાર્ય નિષ્ઠાને બિરદાવી જે સન્માન કર્યુ છે તે માટે હું સદૈવ ઋણી છું અને જુનાગઢ જીલ્લાની પ૦૦ થી વધુ શાળાઓમાં અમુક ફેફારો કરવા ઘણી કસોટીનો સામનો કર્યો છે. પણ બ્રાહ્મણ હોવાથી ઇશ્વરીય કર્મ સિધ્ધાત પર કાર્યો કરવાની અમારા વડીલ ભાસ્કરભાઇ ઉપાધ્યાય અરવિંદભાઇ ઉપાધ્યાય મહેશભાઇ જોષી એ કર્યુ હતું અને સફળ બનાવવામાં જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:53 pm IST)