Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જુનાગઢના મિત્ર કોળી શખ્સે ચોરેલ હોન્ડા એક વર્ષથી ફેરવતો માધવપુરનો ગામેતી ઝડપાયો

જુનાગઢ, તા. ૪ : મજેવડી દરવાજા પાસેથી એક ઇસમ ને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડેલ જે મો. સા.ના નંબર આધારે પોકેટકોપમાં સર્ચ કરતા સદર મો.સા. પોરબંદર જીલ્લાના માધવપુર પો. સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૩૪/ર૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ના કામે ચોરી થયેલ મો.સા.હીરો કંપીનનું સ્પેલેન્ડર પ્રો. રજી. નંબર જીજે-રપ-એન. ર૭૯૦ નું હોય જેથી મજકુર ઇસમની પુછપરછ દરમિયાન સદર મો. સા. પોતાના મીત્ર જગદીશ ઉર્ફે જગો હાજાભાઇ બગીયાએ ચોરી કરી એક વર્ષ પહેલા પોતાને ચલાવવા આપેલનું જણાવતા સદર મો. સા. કબ્જે લઇ  નદીમ કાસમભાઇ ઓઠા ગામેતી (ઉ.વ.ર૧) ધંધો મજુરી રહે ધારગઢ રોડ નદીના ખાણ જુનાગઢને પકડી પાડેલ છે.

જયારે જગદીશ ઉર્ફે જગા હાજાભાઇ બગીયા કોળી રહે દોલતપરા ગોપાલનગર ગેબનશા બાપુની દરગાહ વાળી ગલી ડંકી પાસે જુનાગઢ ફરાર છે.

આ કામગીરી નાયબ પોલીસે અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. ઇનસ આર.બી. સોલંકીની સુચના આધારે પો. સબ. ઇન્સ. એ.કે. પરમાર તથા મુકેશભાઇ મગનભાઇ મકવાણા તથા પો. કોન્સ. રઘુવીર બાવકુભાઇ વાળા તથા પો. કોન્સ. વિપુલ નાગદાનભાઇ ડાંગરનાઓએ કરેલ છે.

(11:46 am IST)