Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ઠંડીમાં ઘટાડોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળવર્ષાઃ ભુજીયો ડુંગર અદ્રશ્ય

ગિરનાર પર્વત ૮.૯, નલીયા ૧પ.૧, રાજકોટમાં ૧૭.૧ ડિગ્રી લઘુતમ તાપમાન

આટકોટ : તસ્વીરમાં જસદણ પંથકમાં ઝાકળવર્ષા નજરે પડ છે. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

 

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત છે અને આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

ગીરનાર પર્વત ઉપર ૮.૯, નલીયા ૧પ.૧, રાજકોટમાં ૧૭.૧ ડીગ્રી  લઘુતમ તાપમાન નોંધાયું છે.

કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા થતાં ભુજીયો ડુંગર અદ્રશ્ય થયો હતો.

ગુજરાતમાં હજી લોકોને ઠંડીથી રાહત નહિ મળે. કારણ કે, ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ઠંડીની અસર જોવા મળશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે. કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યાં સૌથી વધુ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોને કાતિલ ઠંડીથી સંપૂર્ણ છૂટકારો તો નથી મળ્યો. ૨૪ કલાક બાદ પુન ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે.

 છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો હતો. આજથી ફરી ઠંડીમાં વધારાની શરૂઆત થઈ છે. આજથી અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં ઠંડી વધી છે. તો ગામડાઓમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. સમગ્ર કચ્છમાં ઝાકળ વર્ષા આજે સવારથી જોવા મળી રહી છે. કચ્છમાં ધુમમ્સનું વાતાવરણ છવાયું છે. આખા ભૂજ શહેરે ઝાકળની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આવામાં ભૂજીયો ડુંગર પણ અદ્રશ્ય થઈ ગયેલો દેખાય છે. વિઝીબિલિટી ઘટી જતાં  વાહન ચાલકો પણ પરેશાની થઈ રહી છે. તો આવુ વાતાવરણ કેટલાક પાકોને ફાયદો તો કેટલાક પાકોને નુકશાન પહોંચાડે તેમ છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : જસદણ વિસ્તારમાં આજે ધુમ્મસ છવાયું ચોટીલા રોડ પર રોડ પર વાહનચાલકોને લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવુ પડયું હતુ કમળાપુર પારેવાળા બાખલવડ સહિતના વિસ્તારોમાં સવારે નવ વાગ્યા સુધી સતત ધુમ્મસ છવાયું રહયું હતું ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો રોડ પર ઝાડ પરથી પાણી થી ભીંજાયા  રસ્તાઓ ભીના થઇ ગયા હતા સતત ધુમ્મસથી લોકો ઠંડી અનુભવાઈ હતી શીયાળા નો ફરી એક વાર અનુભવ થયો હતો ઠંડા પવનો ફુંકાયા  મોડે  થી, સૂર્યનારાયણના  દર્શન થયા હતા  સતત ધુમ્મસથી  વાહનચાલકો  ઘીમાં પડયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી, મહતમ ૩૦ડિગ્રી, હવામામાં ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ પ.પ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

જુનાગઢ

જુનાગઢ : સોઠરમાં આજે ઠંડી વધુ ઘટી હતી જો કે ગાઢ ધુમ્મસને લઇ અને બર્ફીલો પવનને કારણે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.  જુનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન એક ડિગ્રી વધીને ૧૩.૯ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે ઠંડીમાં ખાસ્સો ઘટાડો થયો હતો.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા સવારથી ઘુમ્મસ છવાય ગયું હતું. સવારનાં આઠ વાગ્યા સુધી પણ  ધુમ્મસ રહેતા વાહન વ્યવહારને ભારે અસર થઇ હતી.

જુનાગઢનાં ગિરનાર પર્વત પર આજનું લઘુતમ તાપમાન ૮.પ ડિગ્રી.  નોંધાયું હતું સવારે ૪.૧ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુ઼કાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ભેજ

ગિરનાર પર્વત

૮.૯

,,

૮૫%

નલીયા

૧૫.૧

,,

૮૬%

જુનાગઢ

૧૩.૯

,,

૮૫%

અમદાવાદ

૧૪.૩

,,

૮૧%

ડીસા

૧૨.૮

,,

૭૪%

વડોદરા

૧૫.૦

,,

૮૦%

સુરત

૧૮.૬

,,

૮૩%

રાજકોટ

૧૭.૧

,,

૯૪%

કેશોદ

૧૧.૧

,,

૯૩%

ભાવનગર

૧૫.૦

,,

૫૬%

પોરબંદર

૧૬.૦

,,

૯૦%

વેરાવળ

૧૭.૦

,,

૭૦%

દ્વારકા

૧૭.૬

,,

૯૨%

ઓખા

૧૮.૪

,,

૯૧%

ભુજ

૧૫.૪

,,

૯૮%

સુરેન્દ્રનગર

૧૬.૬

,,

૯૦%

ન્યુ કંડલા

૧૫.૨

,,

૯૧%

કંડલા એરપોર્ટ

૧૫.૪

,,

૯૧%

અમરેલી

૧૬.૬

,,

૭૬%

ગાંધીનગર

૧૫.૨

,,

૮૬%

મહુવા

૧૪.૩

,,

૮૦%

દિવ

૧૫.૪

,,

૭૪%

વલસાડ

૧૧.૫

,,

૭૫%

જામનગર

૧૬

,,

૮૩%

વલ્લભ વિદ્યાનગર

૧૫.૯

,,

૮૨%

(11:45 am IST)