Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમરેલીમાં અગ્નિશસ્ત્ર હથિયારો સાથે મધ્યપ્રદેશની ગેંગ ઝડપાઈ

ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી-સપ્લાય સહિત અનેક ગુન્હાઓમાં સંડોવણીઃ અમરેલી એસ.ઓ.જી. ટીમને સફળતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : અમરેલી એસ.ઓ.જી. પોલીસ ટીમે મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સામે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી-સપ્લાય સહિત અનેક ગુન્હાઓ નોંધાયા છે. આ ગેંગ પાસેથી અત્યાધુનિક-અગ્નિશસ્ત્ર હથિયારો જપ્ત કરાયા છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી નાઓને હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામેથી જીરા ગામ તરફ જતા રોડ ઉપર એકાદ કિલોમીટરનાં અંતરે નાના ભમોદ્રા ગામનાં મગનભાઇ ભીખાભાઇ ગેડીયાની વાડી-ખેતરનાં રોડની કિનારીવાળા શેઢે આવેલ મોટા પરદેશી બાવળની નીચે કેટલાક શંકાસ્પદ ઇસમો ભેગા થયેલ છે અને તેઓની પાસે ગેરકાયદેસર વગર લાઇસન્સના અગ્નિશસ્ત્રો તથા કાર્ટીસો છે અને તેઓ આ હથીયાર તથા કાર્ટીસો ખરીદ-વેચાણ કરવાના છે. અને મજકુર ઈસમો કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, તથા આ અગ્નિશસ્ત્રો હથિયારો હેરા-ફેરી તથા વેંચાણ કરવાના હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી એસ.ઓ.જી.ટીમની અલગ-અલગ ટીમો બનાવી ચારેય તરફથી ધેરો કરી રેઇડ કરતા મધ્યપ્રદેશ (MP) ની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, કરતી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયારો) નાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાસ કરવામાં આવેલ છે. અને કુલ-૧૨ (બાર) ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે.

 પોલીસે રાકેશ કાળુભાઇ બાંગડીયા ઉ.વ.૨૦, ધંધો.ખેતી-મજુરી, રહે. મુળ ગામ-બડા ઇટારા, તા.જોબટ, જી. અલીરાજપુર, થાણા-આંબવા, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા જી.અમરેલી.

૨.જાલમ તીખીયાભાઇ દેહરીયા, ઉ.વ.૩૫, ધંધો.ખેત, મજુરી, રહે. મુળ ગામ-હરદાસપુર, બેહડી ફળીયા, તા.બોસાદ, જી.અલીરાજપુર, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા, જી.અમરેલી.

૩.મગન સુરતીયાભાઇ મેડા, ઉ.વ.૩૫, ધંધો.મજુરી, રહે. મુળ ગામ-છોટી જુવારી, તડવી ફળીયા, તા.જોંબટ, જી.અલીરાજપુર, થાણા-કાના કાકડ, (મધ્યપ્રદેશ), હાલ રહે.મોરબી, સરતાનપુર રોડ, સોલારીઝ સીરામિક ફેકટરીમાં

૪.રોહિતભાઇ ભરતભાઇ હેરભા, ઉ.વ.૨૫, ધંધો.મજુરી, રહે.-સુરત, કાપોદ્રા વિસ્તાર, સત નારાયણ સોસાયટી, સત્યમ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૮, સુરત.

૫.સોહિલ યાસીનભાઇ મલેક, ઉ.વ.૨૨, ધંધો.પ્રા.નોકરી, રહે.મુળ ગામ-પાંચ તલાવડા, તા.લીલીયા જી.અમરેલી, હાલ રહે.-સુરત, નાના વરાછા ઢાળ, મદીના મસ્જીદ પાસે સુરત.

૬.સિરાજખાન મહેબુબખાન બ્લોચ, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે.મુળ ગામ-અખતરીયા, તા.ગારીયાધાર, જી. ભાવનગર, હાલ રહે.-સુરત, કામરેજ, ડાયમંડનગર, મકાન નં.૧૭૬, સુરત.

૭.હરેશભાઇ રાણાભાઇ કારડીયા, ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.ગામ-નાની વડાળ, આંબેડકર શેરી, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

૮.ઇકબાલભાઇ અલારખભાઇ જુડેસરા, ઉ.વ.૪૫, ધંધો.મજુરી, રહે.શીહોર, મોધીબાની જગ્યા પાસે, ધાંચી વાડ, તા.શિહોર, જી.ભાવનગર.

૯.અફરોજ અબ્દુલભાઇ કુરેશી, ઉ.વ.૩૭, ધંધો.ડ્રાઇવિંગ રહે.-સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી, તા.સાવરકુંડલા જી.અમરેલી.

૧૦.મહમદભાઇ મહેબુબભાઇ ચૌહાણ, ઉ.વ.૩૩, ધંધો ચાની હોટલ, રહે.-સાવરકુંડલા, મહુવા રોડ, સાધના સોસાયટી પાછળ, નુરાનીનગર, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

૧૧.રમેશ જુવાનસિંહ વસોયા,ઉ.વ.૨૦, ધંધો-મજુરી, મુળ રહે.કિલાણા, ચોકીદાર ફળીયુ તા.જાંબુવા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) થાણા-કનાજ હાલ રહે.સીમરણ, ઉમેશભાઇ ભરતભાઇ ધાધલની વાડીએ

૧૨.અયુબ જુમાભાઇ જાખરા, ઉવ.-૨૬, ધંધો-ડ્રાઈવીંગ, રહે.સાવરકુંડલા, સંધી ચોક, તા.સાવરકુંડલા, જી.અમરેલીની ધરપકડ કરી છે.

આ કામે પકડાયેલ આરોપીઓ મધ્યપ્રદેશ (MP) ની આંતર રાજ્યની કુખ્યાત ગેંગ હોય, જેઓ મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગેરકાયદેસર પ્રતિબંધક પીસ્ટલ તથા જીવતા કાર્ટિસ (અગ્નિશસ્ત્રો હથિયારો) કોઇપણ રીતે ગુજરાત રાજ્યમાં લાવી વાડીએ ખેત મજુરી કામ કરવાનાં બહાને રહી અન્ય આરોપીઓ સાથે મળી પીસ્ટલ તથા જીવતા કાર્ટિસ (અગ્નિશસ્ત્રો હથિયારો) પોતાનાં આર્થિક ફાયદા સારૂ નજીવી કિંમતમાં ગેરકાયદેસર વગર લાઇસન્સ પાસ પરમીટ વગર અવાવરૂ જગ્યાએ બોલાવી ચોરી છુપીથી વહેંચી નાખતા હતા.

અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયાર) પીસ્ટલ નંગ-૭, જે એક પિસ્ટલની કિ.રૂ.૨૦,૦૦૦/- એમ સાતેય પિસ્ટલની કુલ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા કુલ જીવતા કાર્ટીસ નંગ-૩૫, જે એક કાર્ટીસની કિ.રૂ.૫૦, લેખે, ૩૫ કાર્ટીસની કુલ કિ.રૂ.૧,૭૫૦/- તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૧૦, જેની કુલ કિ.રૂ.૩૭,૭૦૦/- તથા મજકુર સદરહું ગુન્હામાં ઉપયોગ કરેલ વાહનો જેમાં એક ઓટો રીક્ષા તથા બે મોટર સાયકલની કુલ કિ.રૂ.૧,૪૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ મળી કિ.રૂ.૩,૨૪,૪૫૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ, મજકુર પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી મજકુર પકડાયેલ ઈસમોને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(11:43 am IST)