Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લોહાણા મહિલા મંડળ જુનાગઢ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

કોરોના મુકિત નજીક હોવા છતા હાલ પુરતી સલામતી જરૂરી

જુનાગઢ,તા.૪ : ૩૩ વર્ષથી કાર્યરત શ્રી લોહાણા મહિલા મંડળે હાલ ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ગતવષે કોરોના કાળમાં પણ મંડળ દ્વારા દર મહિને વિવિધ સ્પર્ધાઓ, ઓનલાઇન રમતો, કવીઝ વિગેરે દ્વારા બહેનોને નીતનવા કાર્યક્રમો આપી માનસિક હળવાશ તેમજ આંનદિત કરવાના સતત પ્રયાસો ગતવર્ષના પ્રમુખશ્રી પારૂલબેન સૂચક મંત્રી શ્રી રશ્મિબેન વિઠલાણી તેમજ સમગ્ર કારોબારી ટીમ દ્વારા કરવામાં આવેલ તેમ મોવડી શ્રી મીનાબેન ચગ દ્વારા જણાવાયુ છે.

મોવડી મંડળના શ્રી નીલીનીબેન તન્ના, શ્રી મીનાબેન ચગ તથા શ્રી ભારતીબેન ધીયાના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર કારોબારી કાર્ય કરી રહી છે. હાલ ગત વર્ષના કપરા કાળમાં પણ થઇ રહેલ સુંદર કાર્યોને ધ્યાનમાં રાખીને મોવડી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે ગત વર્ષની કારોબારીને જ ફરી કાર્યરત રાખી છે.

પ્રમુખ શ્રી પારૂલબેન સુચકના નેતૃત્વ હેઠળ ઉપપ્રમુખ અલ્પાબેન ઉનડકટ, મંત્રી રશ્મિબેન વિઠલાણી, સહમંત્રી ગીતાબેન કોટેચા, ટ્રેઝરર કિષ્નાબેન અઢીયા, જો.ટ્રે. ચંદ્રીકાબેન સોઢા કમીટી મેમ્બર્સ રસીલાબેન સોઢા, સાધનાબેન નિર્મળ, નિલમબેન વિઠલાણી, રેખાબેન ગોંધિયા, તરૂબેન ગણાત્રા કાર્યરત રહેશે.

વર્ષ ૨૦૨૧ના પ્રથમ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમીતે પૂ.બાપુના જીવન-કથન ઉપર કવીઝ રાખવામાં આવેલ  તેમજ સાથે છાબ-શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ તેમ પ્રમુખ પારૂલબેન સુચક તથા મંત્રી રશ્મિબેન વિઠલાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:42 am IST)