Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પોરબંદરના પક્ષી અભ્યારણની દુર્દશાઃ ચારેકોર ગંદકી અને દુર્ગંધ

અભ્યારણ વિસ્તારમાં બેફામ ફેંકાતો કચરોઃ વિદેશી પક્ષી મહેમાનો વારંવાર બીમાર પડી જાયઃ ઉપરવાસની નદીઓના પાણી અભ્યારણમાં ગંદા બની જાયઃ સમયસર જાળવણી થતી નથી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. શહેરને કુદરતી ભેટ પક્ષી અભ્યારણની આજે દુર્દશા થઇ છે. આ અભ્યારણની ચારેકોર ગંદકી વધી છે. પાણીમાંથી દુર્ગંધ આવે છે. વિદેશથી મહેમાન બની દર વર્ષે આવતા પક્ષીઓ વારંવાર બીમાર પડી જતાનું જોવા મળે છે.

પોરબંદર શહેરની મધ્યમાં રણ વિસ્તાર ધોબી ઘાટ આસપાસ તથા પોરબંદરની ઉપનગરી છાયામાં ઉપરાંત કુછડી-જાવર - સુભાષનગરનો અરબી સમુદ્ર નજીકનો વિસ્તાર જે ખારી પાટથી ઓળખાય છે. તદ ઉપરાંત જીલ્લાના તાલુકા રાણાવાવ - કુતીયાણા મોટો ભાગ ઘેડ વિસ્તારમાં આવેલ છે. મેઢાક્રિક ખાડી તથા બરડા સાગર પોરબંદર- તાલુકામાં આવેલ છે. જે કોસ્ટલ હાઇવે -૮ (ઇ) ની ધાર પર આવેલ છે. મેઢાક્રિક ખાડીનો અમુક વિસ્તાર દેવભૂમિ દ્વારકા આવેલ છે. ઘેડ વિસ્તારમાં નવી બંદરનો વિસ્તાર ભાદર - ઓઝત - મધુવંતી -(પાતા- માધવપુર) અમીપુરની વેધલી નદી કુતિયાણા તાલુકામાં આવેલ છે. વધેલી નદી ચોમાસા દરમ્યાન ઉપરવાસમાંથી ચોટીલાના ડુંગરમાંથી આવતી લોકમાતા ભાદર, અને ગીરમાંથી ગીરના ડુંગરમાંથી અમરેલી આસપાસમાં પસાર થતી. લોકમાતા ઓઝત તથા મધુવંતી ઘેડ વિસ્તારમાં આવે છે. ચોમાસા દરમ્યાન ઉપરવાસમાંથી લોકમાતામાં આકાશમાં કુદરતી મહેરથી વરસાદથી પડતું પાણીથી ઉભરાતા પુર આવે છે. જે ઘેડ પંથકમાં પથરાય છે.

લોકમાતા ભાદર અને ઓઝતનો સંગમ નવી બંદર પાસે અરબી સમુદ્રના મુખ પાસે થાયછે. બન્ને લોકમાતા નવી બંદરના અરબી સમુદ્રમાં ભળી જાય છે. ઘેડ વિસ્તારમાં લોકમાતાના પાણી ફરી વળતા ઘેડ વિસ્તારના અમુક ગામડાઓ બે થી ચાર માસ સુધી બેટમાં ફેરવાય જતાં પાણીથી ભરપુર રહે છે. ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોનો જનસંપર્ક સીધો રહેતો નથી. કપાય જાય છે. ફરીને જ જવું પડે છે. એ રીતે આવન જાવન થાય છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 'તરાપા' કે હોડી તરાવી પડે છે. લોકમાતા-ભાદર અને ઓઝતના પુરના પાણી ફરી વળતાં બે ચાર માસ મુશ્કેલી રહે. જેમાં લોકમાતા ઓઝતના પાણી ઘેડ વિસ્તારમાં વધુ પ્રમાણમાં પથરાય જતાં 'વધેલી' નાની નદીના સ્વરૂપમાં ફેરવાય જાય છે. જે સાત ગામને પાણી પુરૂ પાડે છે. ખેતર પણ તેના આધારીત રહે છે. તે વિસ્તારોમાં પણ વિદેશી મહેમાન પક્ષીનું આગમન હુતાશણી સુધી રહે છે.

આ ઉપરાંત રાણાવાવ તાલુકા ઘેડ વિસ્તાર પાણીના રણ તરીકે ઓળખાયા છે. વધુ નામ મોકર નામથી ઓળખ ધરાવે છે. અહીં ભરપુર પાણી મળે છે. આ રણમાં દેવભૂમિ દ્વારકા-(મુળ જામનગર જીલ્લા) ના ભાણવડ તાલુકાના ગોપના ડુંગરમાંથી મિણસર નદી રાણાકંડોરણા કોયાણા - વાંસજાળીયામાંથી પસાર થતી ગોસાના અરબી સમુદ્રમાં મળી જાય છે. લોકમાતા મિણસર રસ્તામાં પસાર થતાં તેમના પુરના પાણી મોકર રણમાં પથરાય જાય છે. ભરપુર પાણી રહે છે.

પલ્વિત  વિસ્તારમાં ત્રણ પ્રકારે પાણી મળે છે. મીઠું - ભાંભરૃં (મોરૃં) ખારું આ જળપ્લવિત વિસ્તાર આશરે ર૦૦ થી રપ૦ કિલો મીટર વિસ્તારમાં પથરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી બંદરનો અરબી સમુદ્રનો કિનારો લોકમાતા-ભાદર -ઓઝતના પટ્ટમાં સુરખાબ-યાને ફલેમીંગોનો રહેલ છે. ચોમાસામાં વધુ જોવા મળતાં પોરબંદરના પનોતા પુત્ર

પ્રકૃતી પ્રેમી-પુષ્કરણા બ્રાહ્મણ વિજય ગુપ્ત મોર્યએ મુંબઇથી પ્રસિદ્ધ થતા સપ્તાહિક ચિત્રલેખા પરચીસ પુર્ણ થતા સુરખાબ ફલેમીંગોનું ચિત્ર મુખ્યપૃષ્ઠ પર મુકાવી બહુમાન  અને અભ્યાસ પૂર્ણ લેખ પણ લખેલ સંતો જાણીતી વાત છે કે વિજય ગુપ્તા મૌર્ય શિકાર કથા તથા પ્રકૃતિ કથા સાથે વિવિધ સરભર પક્ષી કથા વાર્તાઓ સુપ્રસિધ્ધ થયેલ છે ખાસ કરીને બાળ વાર્તાના સ્વરૂપમાં તેઓની વાર્તા પ્રસિદ્ધ થતી  જે તે સમયે મુંબઇથી પ્રસિદ્ધ થતા બાળ માસીક રમકડુંમાં તેઓશ્રીની કલમની પ્રસાદી વલ્લભ બાળક માસીક રમકહુ પણ પોરબંદરના પનોતા પુત્ર અને રાષ્ટ્રપતિ પૂ. મહાત્મા ગાંધીજીના ભત્રીજા તેમજ પોરબંદર નગર પાલીકા હેડકલાર્ક અરજી હકુમતના સેનાની સ્વ. શામળદાસ ગાંધી દ્વારા પ્રસિદ્ધ થતુ઼ તેઓની  ચીરવિદાય લીધા બાદ તેમના સુપુત્ર કિશોર શામળદાસ ગાંધીના નેતૃત્વમાં પ્રસિદ્ધ થતુ અને બાળકોમાં અભિપ્રીય માસીક રમકડુ હું.

હાલ ભરપુર શિયાળો પસાર થઇ રહ્યો ઠંડી-શીતળ પવન તેનો પરચો આપી રહ્યા છે. ગણતરીના દિવસોમાં ગ્રીષ્મઋતુનુ આગમન થશે અને ગ્રીષ્મઋતુનુ આગમન પોરબંદર શહેરી ઉપનગરી છાયા વિસ્તાર તેમજ અન્ય જળપ્લાવિત વિસ્તારમાંથી મહેમાન પણ વિદાય થશે પોતાના વતન ભણી પ્રયાણ કરી જશે જયારે અમુક પક્ષીઓ પોરબંદર ઉપનગરી છાયા જળપ્લાનિત વિસ્તાર ખાસ કરી મોકર પાણી રણ વિસ્તારમાં કરીને રહે છે.

પોરબંદર પક્ષી અભ્યારણની સુરખાબી નગરની ભેદ આપવામાં જે તે સમયના ભારતના વડાપ્રધાન સ્વ. ઇંદિરાબેન ગાંધી (કોંગ્રેસના શાસનમાં મળી વિદેશ પ્રવાસી પ્રકૃતી પ્રેમી પોરબંદર પ્રવાસમાં આવેલ અને તેમણે રણ વિસ્તારમાં વિદેશ મહેમાન પક્ષીઓ સુરખાબ વિગેરે જોયા તેમનું પ્રકૃતિ દ્રશ્ય જોયું વતન જઇ યુનોનો પત્ર લખ્યો અમે યુનો દ્વારા ભારત સરકારને પત્ર લખી ધ્યાન દોરેલ તે સમયે કોંગ્રેસનું શાશન વડાપ્રધાન પદ પર સ્વ.  ઇંદીરાબેન ગાંધી બિરાજમાન તેમણે તપાસ કરી પ્રકૃતિ પ્રેમી શિવરાજ ખાચરને ખાસ પોરબંદર મોકલ્યા અને તેઓથી પોરબંદર નગરપાલિકા પ્રમુખશ્રીને મળ્યા સ્થળ નિરીક્ષણ કયું પ્રમુખ સાથે પ્રકૃતિ પ્રેમીઓ નગરપાલીકા સ્ટાફ શરૂ સાથે જળલાવિન વિસ્તારની મુલાકાત કરી ઉંડો અભ્યાસ કરી કેન્દ્ર સરકારને અહેવાલ મોકલ્યો જે તે નગર પાલીકાના પ્રમુખપદ ઉપર સ્વ. લાલજીભાઇ પાંજરી, શિવરાજ ખાચરનો અભ્યાસ પૂર્ણ અહેવાલ મળતા તાત્કાલીક કેન્દ્રમાંથી પોરબંદરમાં પક્ષી અભ્યારણ સાકાર કરવા રાજય સરકારને ગ્રાન્ટ મોકલવામાં આવી અને શહેર મધ્યે રણ વિસ્તારમાં પાણીનું સરવે કરી ધોબીઘાટ સાકાર કરેલ વર્તમાન સ્થિતિએ પક્ષી અભ્યારણ દુર્દશા જોવા મળે છે. જાળવણીનો અભાવ છે. પક્ષી અભ્યારણનું અસ્તીવત હતું ન હતું કરી દીધું અને હજુ આ પ્રવૃતિ ચાલુ છે.

નગરપાલિકા અને વનસંરક્ષણ વિભાગ મુદે પ્રેક્ષક બનાવાયેલ છે. આ અનામત જગ્યા પર ખાનગી બાંધકામો હોસ્પીટલ, રાજકીય પક્ષનું બિલ્ડીગ વિગેરે સાકાર થયા છે અને થતા જાય છે. પ્રકૃતિ પ્રેમીમાં જબરજસ્ત કચવાટ  છે.

પોરબંદર પક્ષીઅભ્યારણ ઉપનગર છાયાં શહેરના રણ  વિસ્તાર ઉપરાંત જીલ્લા અમીપુર ડેમ, બરડા સાગર ડેમ, કુછડી, મેઢક્રીક, માકર પાણી રણ, ગોસાબાર આસપાસ તો વિસ્તારમાં પશ્ચિમ દેશમાંથી આવતા મહેમાન પક્ષીઓ ખારા - મીઠા - ભાંભરા પાણીનો જ્યાં ભરાવો રહે છે. તે વિસ્તાર પક્ષીઓમાં ખોરાક માટે નાની -મોટી મચ્છી -તેમજ કુંજ અને કરકરાને અહીંંના ખેતરોમાંથી પાકતી મૌલત માંડવી, ઘઉં-ચણા-મગ વિગેરે મળી રહે છે.

પશ્ચિમ દેશમાંથી આવતા મહેમાન પક્ષીઓના રૂટમાં પોરબંદર વચ્ચે આવતુ હોવાથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં પણ પોરબંદરના રણમાં સુરખાબ -ફલેમીંગો, લેસર ફલેમીંગો, ગ્રેટર, ફલેમીંગો, કુંજ, કરકરા, પેલીકન, ઉલટી ચાચા, શીંગપર,  પીન્ટેલડક,   વિવિધ જાતની પોચાર્ડ, ગોલ્ડન પ્લોવર અને ગ્રેપ્લોવર તેમજ કાદવ કિચડ ખુંદનારા, શોરબર્ડ, દેશી પરંતુ અનિદુર્લભ ગણાતા  સાસર પક્ષી-પોરબંદરને આંગણો જોવા મળે છે. સાસર પક્ષીની વિશેષ હકિકત એ છે કે તે નરમાદા ભુરી સાથે જોવા મળે છે. જો  પરંતુ કે  નારીનુ ખંડિત યુગલ (મૃત્યુ) થાય તો તે ઝુરી ઝુરી માથા પછાડી  જીવ આપી દયે. આ ઉપરાંત દેશી બતક, કયાંક હંસ મહેમાન પક્ષીમાં જોવા મળે છે.

આ ઉપરાંત શિયાળો અરબી સમુદ્ર શાંત સરોવર જેવો હોય પવનના કારણે વરવળીયા મોજા થતા મધ્યાન સમય અરબી સમુદ્ર વરવરીયા મોજાપર જળચર ખારા પાણી વિવિધ જાત અને કલરના પક્ષી તેમજ પાણીની ઉપર પ્લેન જેમ ઉડતા પક્ષી, બાજ નજરથી પાણીમાંથી ખોરાક -મચ્છી વગેરે પકડતા ચાંચમાં  લઇ અધર ચડી જતાં આ પક્ષી પણ નિહાળવા પ્રકૃતિ પ્રેમીને માટે સ્ફૂર્તિ આવે છે. દેશ - વિદેશ પ્રવાસીઓને પક્ષી અભ્યારણ-સમુદ્ર કિનારા પાણી ઉપર તરતા ઉડતા પક્ષીઓ નૈર્સગીક આનંદ આપે છે.

પક્ષી અભ્યારણમાં અમુક જગ્યાએ અમુક પક્ષીને છીછરું પાણી મેળવવામાં  તકલીફ રહે છે. જેના કારણે દૃશ્યમાન નહીંવત જોઇ શકાય. પક્ષી આરામ માટે આઠ જેટલા માઉન્ટ બનાવવામાં આવ્યા છે. જાળવણીનો અભાવ - પક્ષી અભ્યારણ આસપાસ ગંદકી, દુર્ગંધ મારે છે. પાણી પણ સ્વચ્છ ઓછું રહે છે. જાળવણીનો પુરતો અભાવ વર્તાય છે.

મહેમાન પક્ષીઓ ઘાયલ થાય અથવા બિમાર પડે તબીબી સારવારની સગવડતા ધરાવે છે. હાલ પોરબંદરના પક્ષી અભ્યારણ ર૪ ચોવીસ જેટલા ઘાયલ કંુજ પક્ષીઓ કે જે ઉડી શકતા નથી. તેમને આશરો અપાયેલ છે. ચોવીસ પક્ષીઓ મકર સંક્રાંત માં ઉડતા પતંગના દોરામાં પાંખો આવી જતાં ગ્રસ્ત થયેલ છે. પાંખો કપાય જતાં ઉડી શકતા નથી. સને ર૦ર૦ માં ચાર કુંજ ઘાયલ ઇજા ગ્રસ્ત અને સને ર૦ર૧ વીસ કુંજને પતંગના દોરાથી ઇજા પહોંચી છે. સારવાર અપાતા બચી ગયેલ છે. પરંતુ ઉડી શકે તેમ નથી.

પોરબંદરનું પક્ષી અભ્યારણ આઠ થી નવ હેકટરમાં ઉભુ કરાયેલ છે. જે  ઉપનગરી છાયાના રણમાં પક્ષી અભ્યારણ સાકાર થયેલ નથી. તે કિનારે બેઠેલા જોવા મળે છે. સુરખાબ-ફલેમીંગોની વસ્તી મોટાપ્રમાણમાં પોરબંદરના તમામ જળપ્લાવિત વિસ્તારમાં ઋતુ દરમ્યાન મોટી વસાહતમાં જોવા મળે છે. રહે છે. કુંજ પક્ષીના શિકાર ન થાય તે માટે જાગૃતિ દર્શાવાયેલ છે. તેમ છતાં તેમનો શિકાર થાય છે. શિકારી પકડાયેલ પોલીસ તેની ધરપકડ કરી ગુન્હો પણ દાખલ કરે છે. સજાગતા હોવા છતાં નિર્દોષ કુંજ પક્ષીઓનો શિકાર કેટલીક જગ્યાએ કરવામાં આવે છે. તેની તપાસ કરી પગલા લેવા જોઇએ તેવી પ્રકૃતિ પ્રેમીઓની  માગણી છે.

(11:35 am IST)