Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાવનગરમાં નવા ૭ કોરોના કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૬પ પૈકી માત્ર ૧૪ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા., ૪: જિલ્લામાં નવા ૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬,૦૬પ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ર સ્ત્રી મળી કુલ પ લોકોના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧ તથા ગારીયાધાર ખાતે ૧ કેસ મળી કુલ ર લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મહાનગર વિસ્તારમાં કુલ પ તથા તાલુકાઓમાં ૧ મળી કુલ ૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુકત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. આમ જીલ્લામાં નોંધાયેલા ૬,૦૬પ કેસ પૈકી હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ પ,૯૭પ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જીલ્લામાં ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:34 am IST)