Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા : દુધઈમાં 3ની તીવ્રતા અને ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર અને ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું

ભુજ : કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 12 વાગ્યે 12 મીનિટે દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયા. જ્યારે સવારે 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.

દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જ્યારે વહેલી સવારે ભચાઉનમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું.

(10:29 am IST)