Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ટંકારાના લખધીરગઢનો યુવાન નિવૃત્ત થઇ સરહદે પરત વતન આવતા ગ્રામજનો દ્વારા સામૈયુ કરાયુ

ટંકારા તા. ૪ : મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાઙ્ગ નાના એવા લખધીરગઢ ગામનો યુવાન પોતાની આર્મિની સર્વિસ પુરી કરી નિવૃત થઈ માદરે વતન પરત ફરતા ગ્રામ જનો દ્વારા ભવ્યાતિત સન્માન થતા નિવૃત આર્મિમેન ને આવકારવા મોરબી જીલ્લા નિવૃત આર્મિમેન પણ મોટી સંખ્યામાં જોડાયા,ગામનાં પનોતા પુત્ર ચેતન સહીત તમામ નિવૃતઙ્ગ આર્મિમેન સાથે તેમના પરિજનોનુ પણ આ તકે પુષ્પ ગુચ્છ, સાલ ઓઢાડી સ્વાગત કરાયું.

તાલુકાના મેઘપર ગામના મુછવાળા રવુભા બાપુની સેનામા કડક તાલિમ અને સતત હુંફ વચ્ચે નાના એવા લખધીરપુર ગામનાં એક માત્ર આર્મિમાં ગૌરવ રુપ સેવા બાદ હેમખેમ પરત ફરતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે. તે મારાઙ્ગ માટેઙ્ગ સૌથી ગૌરવની ઘટના છે, તેમ કહેતા સેવા નિવૃત ચેતનભાઈ અને પરિવારજનો, ગામ સમસ્ત સહીતઙ્ગ આ તકે વિશેષ ઉપસ્થિત પોતાના ગુરુ સમાન રવુભાબાપુ સહીત ગામનાં વડીલ વાઘજીભાઈ બોડા, ધ્રૃવકુમારસિંહજી, સાથી મિત્રો અને પોતાના સેવાકાલ દરમ્યાન સતત હુફ આપતા બાલગોઠીયા સન્માન સમારોહ ના આયોજક ગણનો આભાર માનેલ.વિશેષ કરીને મોબાઈલમાં મસ્ત રહેતી યુવાપેઢીને આર્મિ,નેવી, એરફોર્સમાં અધીકારી તરીકે ઉજજવલ તકો અને આકર્ષક પગાર વચ્ચે હવે સેનામાં પહેલા કરતા અનેક રીતે સારી તકે અનેક પ્રોત્સાહનો વચ્ચે વધુને વધુ યુવાનો સેનામાં જોડાય તેવી અપીલ કરેલ. આ તકે જાણીતા સહકારી અગ્રણી વાઘજીભાઈ એ ગામના પનોતા પુત્ર તરીકે ગામનિ ગૌરવ વધારનાર ચેતન સહીત ટંકારા, મોરબી સહીત નાં નિવૃત આર્મિ જવાનો ને સહકારી ક્ષેત્ર સહીત તમામ જગ્યાએ પોતાની મદદ નીઙ્ગ અંગે તત્પરતા દર્શાવેલ, આજ રીતે રાજકોટ જીલ્લા પંચાયતના માજી ચેરમેન ધ્રૃવકુમારસિંહજી એ ચેતનભાઈએ સેનામાં નિવૃત થયાછે ત્યારે દીર્ઘાયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવી અન્ય માટે પણ પ્રેરણા દાયક બને તેવી શુભેચ્છા પાઠવેલ. ચેતનભાઈના નિવ્રૃતિ સન્માન સમારોહ સમયે માજી સૈનિક મંડલ દળના સ્વા નિવૃત જવાનોના પણ પરિવાર સાથે સન્માન બલદ ગામ સમસ્ત અને આયોજકોનો આભાર માનેલ.

આ તકે લેઉવા પાટીદાર સમાજ નિર્મિત વિશાલ શૈક્ષણીક સંકુલમાં સેવાનિવૃત તમામ જવાનોના હસ્તે વ્રૃક્ષારોપણ સાથે ઉપવન બનાવવાની ઘોષણા કરતા ટંકારા લેઉવા પટેલ સમાજ નાં પ્રમુખ અશોકભાઈ એ આ ઉપવન સાથે તમામ જવાનોના ફોટા સહીત સેનાને લગતી વિસ્તૃત માહીતિ, માર્ગદર્શક પ્રેરક વિશેષ આયોજન, કોંચીગ, કાઉન્સેલીંગ વ્યવસ્થાનીઙ્ગ જાહેરાત કરવામાંં આવેલ..આ તકે સાસ્કૃતિક કાર્યક્રમો અને આર્મિ, નેવી, એરફોર્સના ગણવેશમા સજજ બાળકો  આર્કષણનુંં કેન્દ્ર બનેલ.

(11:37 am IST)