Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જામનગર ગંગેશ્વર મંદિરે ઉઘરાણી મુદ્દે બઘડાટી : સોડા બોટલોના ઘા

જામનગર : ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલ ખડકી નજીકના ગંગેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ડખ્ખો થયો હતો. આ ડખ્ખામાં કેટલાક શખ્સોએ બોટલો, છરી અને તલવાર જેવા હથિયારો સાથે દંગલ મચાવતા ખડભડાટ મચી ગયો હતો.

જામનગર તા. ૪ : અહીં સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વુલનમીલ મહાકાળી મંદિર, ગાયત્રીનગર ભગવતી પાન મેઈન રોડ જામનગરમાં રહેતા દેવેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–ર–૧૯ ના રાત્રીના ૧૦–૩૦ વાગ્યેના સુમારે ભીડ ભંજન મહાદેવ મંદિર પાસે, ગંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં અમારા મંદિરના પ્રવજો માતાજી દેવ થઈ ગયેલ હોય તેની પાછળ રામદેવપીરનો પાઠ તથા ભજન રાખેલ હોય તેમા મારા કુટુંબના સભ્યો તથા શીષ્યો ભેગા મળી ભજનની તૈયારી કરતા હતા તે દરમ્યાન આ કામના આરોપી અલુ પટેલ જેનું પુરૂ નામ હારૂનભાઈ આબલીયા તથા અજાણ્યા બારેક ઈસમો અમારા મંદિરના પરીશર માં સોડાની ખાલી બોટલો ફેકી પૈસાની ઉઘરાણી કરી અમો દેવેન્દ્રસિંહ એ ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગંભીરસિંહને તથા લાલદાસને ગંભીર ઈજા પહોંચાડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.આ અંગે પોલીસે આઈપીસી ૩૦૭,૩ર૪, ૩ર૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩પ નો ગુનો નોંધી આગળની તપાસ સીટી ભબીભ ડિવીઝનના પી.એસ.આઈ. કે.સી.વાઘેલા ચલાવી રભ છે.

 

(3:39 pm IST)