Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉપલેટા પાસે એસ.ટી. બસને અકસ્માતઃ એકનું મોતઃ ૧૦ને ઇજા

તસ્વીરમાં મૃતક તથા અકસ્માતગ્રસ્ત એસ.ટી. બસ નજરે પડે છે. (તસ્વીરઃ નિમેષ ચોટાઇ ઉપલેટા)

 ઉપલેટા તા. ૪ : એસ.ટી.બસ રોડ નીચે ઉતરી જતા એક વ્યકિતનું મોત થયુ હતું. જયારે ૬ વ્યકિતને ઇજા થઇ છે. પ્રાપ્ત મહિતી મુજબ આજે બપોરે ઉપલેટાથી ૩ કિ.મી. દુર પાટણવાવ રોડ ઉપર એસ.ટી. બસ રોડ નિચે ઉતરી જતા કાનજીભાઇ ગાંડાભાઇ છૈયા (ભીંડોરા) નં મોત થયુ હતું.જયારે ૧૦ મુસાફરોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માતમાં ભાવિન ધુસાભાઇ લોકીલ, પ્રહલાક ચુડાસમાં, ધવલ કિશોરભાઇ ભટ્ટ, શાંતાબેન દેવશીભાઇ ડઢાણીયા, મહિપાલસિંહ ચુડાસમા, રાયદેબેન રૂડાભાઇ છૈયા વિશાલ ઘુઘાભાઇ નીતાબેન ધુસાભાઇ લોખીલ, ધીરૂભાઇ માવજીભાઇ અને જીવન સુખરામભાઇને ઇજા થઇ હતી.

આ અકસ્માતમાં કંડકટરને પણ ગંભીર ઇજા થતા પ્રથમ ઉપલેટા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉપલેટા તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)