Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગોંડલ તાલુકાનાં કોલીથડ જુથ સેવા સહકારી મંડળીને રાષ્ટ્રીય એવોર્ડ

તસ્વીરમાં કોલીથડ જૂથ સેવા સહકારી મંડળીને એવોર્ડ અર્પણ કરાયો તે નજરે પડે છે.(૪૫.૭)

રાજકોટ તા.૪ : ગોંડલ તાલુકાની શ્રી કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી લી. સને ૨૦૧૮ વર્ષની ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી બદલ એનસીડીસી રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ નવી દિલ્હી દ્વારા પસંદગી થતા ગાંધીનગરમાં રાજય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે મંડળીના પ્રમુખ રમેશભાઇ કલાભાઇ સાપલીયા તેમજ મંડળીના મેનેજર લલીતભાઇ સી.ગાંધીને આકર્ષક શિલ્ડ પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરાયેલ. આ સન્માનીત કાર્યક્રમમાં એનસીડીસીના રીજીયોનલ ડીરેકટર શૈલેન્દ્રસિંહ રાજય રજીસ્ટ્રાર સહકારી મંડળી નલીનભાઇ ઉપાધ્યાય સાહેબ ગુજકોમાસોલના એમડી ભરતભાઇ શાહની ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ કરાયો હતો.

શ્રી કોલીથડ જૂથ સેવા મંડળી લી.ની સ્થાપના તારીખ ૨૭-૪-૧૯૫૦ના સ્વ.લક્ષ્મણભાઇ વિરોજાએ કરેલ જેઓ પચીસ વર્ષ પ્રમુખ તરીકે સેવા આપેલ ત્યારબાદ ભુતપુર્વ આરોગ્ય મંત્રી તેમજ રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન તેમજ સહકારીક્ષેત્રના ભિષ્મ પિતામહ સ્વ. વલ્લભભાઇ પટેલ ૧૯૭૫ થી ૧૯૮૮ સુધી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપેલ ત્યારબાદ ખેડુત આગેવાન સ્વ.શામજીભાઇ જી.સાવલીયાએ ૧૯૮૮ થી ૨૦૦૫ સુધી પ્રમુખ તરીકે સેવા આપેલ ત્યારબાદ ૨૦૦૫ થી આજ પર્યત રમેશભાઇ સાવલીયા સેવા આપી રહ્યા છે.

આ મંડળીએ રાજકોટ જીલ્લા સહકારી બેંક તરફથી ફરતુ શિલ્ડ શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા એવોર્ડ રાજય સહકારી સંઘ તેમજ રાજકોટ જીલ્લા સહકારી સંઘ દ્વારા અવારનવાર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમજ નોર્વાટીસ પેસ્ટીસાઇડ કંપની તરફથી બેસ્ટ સેલ્સ પરર્ફોમન્સ એવોર્ડ મળેલ છે. તેમજ મંડળીના મેનેજર એલ.સી.ગાંધીને ગુજરાત રાજય સહકારી બેંક તેમજ રાજકોટ જીલ્લા બેંક તરફથી શ્રેષ્ઠમંત્રી તરીકે સન્માનીત કરીને શિલ્ડ પ્રમાણપત્ર મળેલ છે.

આ મંડળી ધિરાણ પ્રવૃતિ રાસાયણિક ખાતર જંતુનાશક દવા બિયારણ આરઓ પ્લાન્ટ મારફત શુધ્ધ પાણી વિતરણ કામગીરી ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં અન્ય સંસ્થા વતી જનસી ખરીદીની કમીશનની કામગીરી કરે છે.આ મંડળી સભ્યોને વીસ લાખનું અકસ્માત વીમા કવચ મંડળીના ખર્ચે પ્રિમીયમ ભરપાઇ કરીને પુરૂ પાડે છે. સભાસદને ગંભીર માંદગી સબબ સહાય તેમજ અવસાન બાદ ઉતરક્રિયાની પાંચ હજારની સહાય તેમજ પાક વિમા યોજના અંતર્ગત ઓનલાઇનની કામગીરી સભ્યો વતી મંડળીના ખર્ચે પુરી પાડે છે.(૪૫.૭)

(12:15 pm IST)