Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોડીનારમાં વેપારીઓ દ્વારા વધુ ભાવ લઇ ચલાવાતી ઉઘાડી લૂંંટ

વેપારીઓને પ્રિન્ટથી વધુ ભાવ ન લેવા મામલતદારની તાકીદ

કોડીનાર તા ૪ :  શહેરમાં અનેક વેેપારીઓ અને ડેરી પ્રોડકટના વેપારીઓ દ્વારા છાપેેલી કિંમત કરતા વધુ ભાવો વસૂલી ખેલ્લેઆમ લુંટ ચલાવતા હોવાની ફરીયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠવા પામી હતી, જેને અનુલક્ષી કોડીનારના  નવનિયુકત મામલતદારેે બેફામ લુંટ ચલાવતા આવા વેપારીઓ  સામે લાલ આંખકરી શાનમા ંસુધરી જવાનો ઇશારો કરતા પ્રજાને લુંટતા આવા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની જાણવા  મળતી  વિગત મુજબ કોડીનાર શહેરમાં અનેક વેપારીઓ કાયદાનું  સરેઆમ ઉલ્લંઘન કરી ભાવ અંગેના બોર્ડ દુકાનોમાં ન લગાવી છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસુલ કરી તગડો નફો મેળવતા હોવાનુ અને કોઇ ગ્રાહક છાપેલી  કિંમત કરતા  વધુ  કિંમત આપવાની ના  પાડે તો  તેને અપમાનિત કરવામાં આવતા હોવાનું અને ખાસ કરીને ડેરી પ્રોડકટમાં વેપારીઓ બેફામ લુૅટ ચલાવતા હોવાનું અને મોટા ભાગના વેપારીઓ રૂ.૫/- ની ચાલણી નોટ અને રૂ.૧૦/- ના સિક્કા સ્વીકારતા ન હોવાની ફરીયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠતા નવનિયુકત મામલતદાર અને તેમની ટીમ દ્વારા  શહેરમાં  સરપ્રાઇઝ તપાસ હાથ કરવામાં આવી હતી.

જેમાં છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાતા હોવાની ફરીયાદમા ંતથ્ય જણાતા મામલતદાર દ્વારા વેપારીઓને  છાપેલી કિંમત કરતા વધુ  ભાવ ન લેવા તેમજ ભાવ પત્રક  દુકાને લગાડવા તાકીદ કરી  રૂ.૫/ ની ચલણી  નોટ અને ૧૦ રૂા  ચલણી સિક્કા સ્વીકારવા તાકીદ કરી, જો આ તાકીદનું પાલન નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આવા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

મામલતદારની આ લોક લક્ષી કાર્યવાહીથી સામાન્ય જનતામાં ખુશી ફેલાવાની સાથે  શુ ં આ ભાવની અમલવારી થશે ?  અને આ એક દિવસની કાર્યવાહી બાદ '' જૈસે થે એસે'' ની પરિસ્થિતીનું  નિર્માણ ન થાય તે માટે  સમયાંતરે  વેપારીઓની  સરપ્રાઇઝ ચેકિંગ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે. (૩.૧)

(12:13 pm IST)