Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉપલેટા : પ્રેમ લગ્ન કરનાર વણીક પરિણિતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

યુવતીના પતિાની પતિ, સાસુ, સસરા સહિતનાઓ સામે ફરીયાદ

 ઉપલેટા, તા. ૪ : ગઇકાલે બપોરના અહીંના પાંજરાપોળ રોડ દોશી શેરીમાં આવેલા પાવન એપાર્ટમેન્ટમાં રહેતી વિશાલ નિલેશ દેશાઇ વણીકની પત્ની વંદના ઉ.વ.ર૪ નામની યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ. જાણવા મળ્યા મુજબ આ યુવતીએ બે ચાર વર્ષ પહેલા વિશાલ સાથે પ્રેમલગ્ન કરેલા હતાં. બનાવની જાણ મરનાર યુવતીના પિતા જેઓ જુનાગઢ રહેતા લુહાર મહેશ રમેશચંદ્ર પરમાર દોડી આવેલ અને અહીંના પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીને સસરા સાસુ પતિ અને તેમની જેઠાણી સહીતનાઓએ માનસીક શારીરીક ત્રાસ આપી મરવા મજબકુર કર્યાની ઉપરોકત તેમના સસરા પક્ષનાઓ સામે આઇપીસી ૩૦૬ અને ૧૦૪ મુજબ ફરીયાદ કરેલ છે. બનાવની તપાસ પીએસઆઇ પરમાર ચલાવી રહેલ છે.(૮.૧૧)

(12:11 pm IST)