Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કાલાવડમાં જુગાર રમતા ૯ શખ્સોની ધરપકડ

જામનગર, તા., ૪: જીલ્લા પોલીસઅધિક્ષક શરદ સિંઘલ મદદનીશ પો.અધિ.સા.સંદીપ ચૌધરીની સુચના મુજબ પો.ઇન્સ. ડી.ડી.લાડુમોર તથા પો.સ્ટાફના પો.હેડ કોન્સ ભરતસિંહ દાનસંગ કયોર પો.કોન્સ. પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ. પરેશભાઇ નંદાણીયા  તથા પો.કોન્સ. અશોકસિંહ જાડેજા તથા વાસુદેવસિંહ નિરભા જાડેજા વિગેરે પ્રોહી-જુગારની ગે.કા.પ્રવૃતી ડામવા અંગે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સાથેના પો.કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા વાસુદેવસિંહ નિરૂભા જાડેજાને તેઓના અંગત બાતમીદારથી હકીકત મળેલ કે કાલાવડ કુંભનાથપરામાં જાહેર રોડ પર અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય એવી હકીકત મળતાની સાથે ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.ડી.લાડુમોરે તુરત જ ઉપરોકત પો.સ્ટાફને સાથે રાખી હકીકત  વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ત્યાં નં.(૧) સીરાજભાઇ અબ્દુલભાઇ સોરા જાતે સંધી ઉ.વ.ર૪ ધંધો મજુરી રહે. મકરાણી સણોસરા તા. કાલાવડ  જી.જામનગર (ર) હાજીભાઇ જુમ્માભાઇ અભેસોરા જાતે સંધી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. કુંભનાથપરા કાલાવડ (૩) જીકરભાઇ કાસમભાઇ અભેસોરા જાતે સંધી ઉ.વ.પર ધંધો મજુરી રહે. કુંભનાથપરા કાલાવડ (૪) સુલતાનભાઇ હસનભાઇ સોરા જાતે ગામેતી ઉ.વ.ર૩ ધંધો ડ્રાઇવીંગ રહે.ઇશરા ગામ તા. ઉપલેટા જી. રાજકોટ (પ) મહેબુબ આમદભાઇ નોતીયાર જાતે સંધી ઉ.વ.ર૪ ધંધો મજુરી રહે.કુંભનાથપરા કાલાવડ (૬) અજીતભાઇ નુરમામદભાઇ સમા જાતે સંધી ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે. કુંભનાથપરા કાલાવડ (૭) અયુબ અમીરભાઇ નોતીયાર જાતે સંધી ઉ.વ.રપ ધંધો મજુરી રહે. સરકારી દવાખાના બાજુમાં કાલાવડ (૮) વસીમભાઇ ઇસ્માઇલભાઇ નોયડા જાતે સંધી ઉ.વ.૩પ ધંધો મજુરી રહે. કાલાવડ કુંભનાથપરા (૯) સલીમભાઇ જુમ્માભાઇ અભેસોરા જાતે સંધી ઉ.વ.૪ર ધંધો મજુરી રહે. ફગાસ ગામ તા. કાલાવડ વાળા ઇસમોએ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી કુલ રોકડ રૂ. ૧ર૧૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી ખેલૈયા વાળા વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધી ઉપરોકત તમામ ઇસમોને ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.ડી.લાડુમોરે ધોરણસર અટક કરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર થવા સાથેના પો.કોન્સ. રણજીતસિંહ હમુભા જાડેજાએ ફરીયાદ આપેલ છે. (૪.૨)

(12:11 pm IST)