Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગોંડલના ખાંડાધારમાં પ૬ બોટલ દારૂ સાથે વિશ્વાસ મકવાણા પકડાયો

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ (નીચે બેઠો) શખ્સને તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ, તા.૪: ગોંડલ તાલુકાના ખડાધાર ગામે રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોસ્ટ ના પી.એસ.આઇ એવી જાડેજા, ડી. યુ જાડેજા, પી વી વાલાણી, પ્રદિપસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ ઝાલા, શકિતસિંહ જાડેજા સાહિતનાઓ દ્વારા પૂર્વ બાતમીના આધારે ખાંડાધાર ગામે વિશ્વાસ ઉર્ફે વિશાલ ભરતભાઈ મકવાણાના રહેણાંક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ ૫૬ તેમજ મોટર સાઇકલ મળી કુલ રૂ.૪૨,૯૦૦/ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી આ દારૂની હેરાફેરીમાં કૌશિક બાબુભાઈ મકવાણા રહે ખાંડાધાર વાળાની પણ સંડોવણી હોય તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.(૨૩.૬)

(12:10 pm IST)