Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મોરબી ફાયરીંગ પ્રકરણના આરોપીઓને આશરો આપનાર આરોપીના જામીન મંજુર

મોરબી, તા.૪: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ડીસેમ્બર માસમાં થયેલા અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં એક બાળકનું મોત થયા બાદ પોલીસે શૂટર સહિતના આરોપીઓની અત્કયાત કરી હતી તો મદદગારી કરનાર આરોપીને ઝડપી લેવાયા હતા જેમાં આરોપીને પનાહ આપનાર આરોપી હાલ જેલમાં બંધ હોય જેના જામીન કોર્ટે મંજુર કર્યા છે.

મોરબીના કાલિકા પ્લોટના રહેવાસી આરીફ મીરની ફરિયાદને પગલે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિજયસિંહ ઉર્ફે કડી સહિતના આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મુખ્ય આરોપી સિવાયના આરોપીઓ, હિન્દીભાષી શૂટર અને આરોપીઓને પનાહ આપનાર સહ આરોપી ભરત જીવણ બોરીચા (ઉ.વ.૩૧),દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા (ઉ.વ.૩૦) વાળાએ મદદગારી કરેલ તેમજ અન્ય સહ આરોપીસુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (ઉ.વ.૩૦) એ તમામ આરોપીની અટકાયત કરી રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલહવાલે કર્યા હતા જેમાં આરોપી ભરત જીવણ બોરીચાએ કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે.(૨૩.૭)

(12:09 pm IST)