Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ટંકારા નજીક ડમ્પરે બાઇકને ઉતાળતા મોરબીના દિગ્વિજયસિંહ સિસોદીયાનું મોત

ટંકારા, તા.૪: ટંકારા નજીક ડમ્પરે બાઇકને ઉલાળતા મોરબીના ક્ષત્રીય યુવાનનું મોત નીયજયું હતું.

મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી રોડ પર ટંકારાના લજાઇ ગામ પાસે એકટીવા લઇને જતા દિગ્વિજયસિંહ રામસિંહ સિસોદિયા (ઉ.વ.૩૦)રે. ગુલાબનગર મોરબીને શનાળા રોડને ડમ્પર ચાલકે ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ધટના સ્થળે જ દિગ્વિજસિંહનું કમકમાટીભયું મોત થયુ હતું. મૃતકની લાશને પી.એમ. માટે ટંકારા હોસ્પીટલમાં ખસેડાયેલ હતી.

મૃતક દિગ્વિજયસિંહ મજીરી કામ કરતા હતા અને લજાઇ પાસે અકસ્માતમાં મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.(૨૨.૫)

(12:08 pm IST)