Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાવનગરનાં સોનગઢમાંથી ૨.૩૨ લાખનાં દારૂ સાથે ૨ ઝડપાયા

ભાવનગર, તા.૪: પોલીસ અધિક્ષક ભાવનગર નાઓએ જીલ્લામા દારૂની મહેફીલ કરતા અને ગેર કાયદેસર વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતા અને વિદેશી દારૂનુ વેચાણ કરતા ઈસમો તેમજ જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને દારૂની બદી નેસ્ત-નાબુદ કરવા અને વધુમા વધુ પ્રોહિબીશનના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ સોનગઢ પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ.શ્રી પી.આર.સોલંકી તથા સોનગઢ પોલીસ સ્ટાફ સાથે HC જનકસિંહ ઝાલાની બાતમી આધારે સોનગઢ પાંચવડા રોડ પર આવેલ વાડીમા બાતમી હકીકતનાં આધારે રેઈડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૭૭૬ કિ.રૂ. ૨,૩૨,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી (૧) પ્રદિપભાઈ ધરમશીભાઈ પરમાર રહે. સોનગઢ (૨) બહાદુરસિંહ હરીસિંહ ગોહિલ રહે. પાંચવડા વાળા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા PSI- પી.આર.સોલંકી ASI- વનરાજસિંહ ગોહિલ, HC-પી.જી.ગોહિલ, PC-હરીસિંહ ગોહિલ, PC-હરિચંદ્રસિંહ ગોહિલ , PC-યુવરાજસિંહ ગોહિલ, PC-પ્રકાશભાઈ રાઠોડ , PC-દિલીપભાઈ પરમાર, PC-જનકભાઈ દવે , PC-નિતિનભાઈ સોલંકી, PC-દલસુખભાઈ ગોહેલ, વિગેરે જોડાયેલ હતા.(૨૩.૪)

(12:06 pm IST)