Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉનાના નાંદ્રણસીમમાં પોટલામાં દારૂની ૧પ૬ બોટલ લઇ જતી ૪ મહિલાઓ ઝડપાઇ

ઉના, તા. ૪ : પોલીસે નાંદ્રણ ગામની સીમમાં વિદેશી દારૂની ૧પ૬ બોટલ સાથે ૪ મહિલાને પકડી પાડી હતી.

ઉના પોલીસ સ્ટેશનના કર્મચારી યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ૪ મહિલાઓ માથે પોટલા ઉપાડી આવતી હોય તેને રોકાવી તપાસ કરતા (૧) મંજુબેન વીજુભાઇ વાજા, રે. નાંદ્રણ દારૂની ૩૦ બોટલ (ર) ભાનુબેન ભીમાભાઇ રાઠોડ રે.નાંદ્રણના કબજામાંથી ૪૯ બોટલ (૩) પૂજાબેન હમીરભાઇ રે. નાંદ્રણ પાસેથી ૩પ બોટલ ત્થા (૪) મંજુબેન સામતભાઇ રે. નાંદ્રણ , તા. ઉના વાળીને ૪ર બોટલ ઇંગ્લીશ દારૂ મળી કુલ ૧પ૬ બોટલ દારૂ કિંમત રૂ. ૯૩૦૦/ મુદ્દામાલ સાથે પકડી ઉના નોંધી અને ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. (૮.૯)

(12:04 pm IST)