Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉનાના સૈયદ રાજપરામાં પેરોલ રજા બાદ નાસી જનાર હત્યાનો આરોપી ઝડપાયો

ઉના, તા. ૪ : તાલુકાના સૈયદ રાજપરા ગામે ૩ વરસ પહેલા હત્યાના ગુનાના આરોપી પેરોલ ઉપર છૂટી નાસ્તો હોય એસ.ઓ.જી. પોલીસે પકડી પાડયો હતો.

સૈયદ રાજપરા ગામે ર૦૧પ એટલે ૩ વરસ પહેલા ખુન (હત્યા) તથા અન્ય કલમોમા઼ પકડાયેલ આરોપી રમેશ રણસીભાઇ રાઠોડ રે. સૈયદ રાજપરા ઉ.વ.૩૬ વાળો જુનાગઢ મધ્યસ્થ જેલમાં કાચા કામનો કેદી હતો અને વચગાળાના જામીન પર છૂટી પછી પાછો હાજર ન થતા ફરાર હતો તેને પકડવા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં પેરોલ ફલોસ્કોડના એસ.ઓ.જી. પીએસઆઇ જે.બી. ધોળા, તથા સ્ટાફ કેતનભાઇ જાદવ, નરવણસિંહ ગોહેલ, ગોવિંદભાઇ ભીમભાઇ, પો. રૂભાભાઇ બાબરીયા, ઇબ્રાહીમશા  પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે સૈયદ રાજપરા ગામેથી રમેશ રણશીભાઇ રાઠોડ રે. સૈયદ રાજપરાને પકડી પાડી નવાબંદર મરીન પોલીસને સોંપતા કાયદેસરની કાર્યવાહી કરી હતી. (૮.૭)

(12:04 pm IST)