Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભચાઉથી આવેલો કોલસો ઓછો હોઇ ટ્રક ડ્રાઇવરની ધોલધપાટ

ડ્રાઇવર ધોરાજીના બિપીન મહિડાને માધાપર ચોકડીએ દ્વારકાધીશ કોલસાના ડેલામાં માથાકુટ

રાજકોટ તા. ૪: ધોરાજીના મોટી મારડમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતાં બિપીન ખીમજીભાઇ મહિડા (ઉ.૩૦) નામના યુવાનને તે ટ્રકમાં કોલસો ભરી ભચાઉથી રાજકોટના માધાપર ચોકડીએ દ્વારકાધીશ નામના કોલસાના ડેલામાં ઉતારવા આવ્યો ત્યારે ડેલાવાળા પુનાભાઇ રબારીએ લાફા મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ગાંધીગ્રામના પીએસઆઇ એન. એમ. સોલંકી અને કૃષ્ણસિંહે હોસ્પિટલે પહોંચી બિપીનની વિસ્તૃત પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે પોતે ભચાઉથી કોલસો ભરીને આવ્યો તે કોલસો ઓછો હોવાનું કહી મારકુટ કરવામાં આવી હતી. જો કે વધુ તપાસ થતાં બિપીને રસ્તામાંથી કોલસો કાઢી વજન સરભર કરવા પાણી ઉમેરી દીધાનું કબુલ્યું હતું. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. (૧૪.૭)

(11:50 am IST)