Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાવનગરના રામપરની સીમમાંથી ૭ર કિલો ગાંજા સાથે લાલજી ચૌહાણ ઝડપાયો

ભાવનગર, તા. ૪ : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામે પૂર્વ બાતમીને આધારે ભાવનગરની એસ.ઓ.જી. પોલીસે લાલજી ઉર્ફે બાલાભાઇ મોહનભાઇ ચાહાણના ખેતરમાંથી ચાર લાખ ૩૪ હજાર સાતસો એ કિંમતનો ૭ર કિલો ૪પ૦ ગ્રામ ગાંજો ઝડપી લઇ લાલજી ચૌહાણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી. પોલીસના પીએસઆઇ બી.બી. પરમારએ લાલજી ચૌહાણ વિરૂદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ ભાવનગર એલસીબી પોલીસ ચલાવી રહી છે.(૮.૬)

(10:30 am IST)