Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી

 જિલ્લાની ૧પ૦ જેટલી સ્કૂલ કોલેજોના લગભગ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને નૈતિકતાના શપથ લીધા હતા. વિદ્યાર્થીઓના જીવનમાં નાનપણથી જ નૈતિકતાના બીજ રોપાય તેવા હેતુથી આ ઉજવણીમાં જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રમાણિકતાના શપથ લેવડાવી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઇ પોરબંદરના પ્રમુખ નિલેશ જોગીયા, પ્રોજેકટ ચેરમેન સાહિલ કોટેચા, સંજય કારીયા, સંદીપ કાનાણી, હરેશ રાડીયા, દિલીપ ગંધા, અલ્કેશ બુદ્ધદેવ, કેતન પટેલ, ભાવેશ તન્ના, મનોજ સવજાણી, રાહુલ લાખાણી, જય દેત્રોજા, પ્રિતેશ મોઢા, બલરામ તન્ના, રવિ નેભનાણી, અરૂણ સીસોદીયા વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સ્થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા અને ઝોન ડાયરેકટર લ્પેશ અમલાણીએ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ શપથ લીધા તે તસ્વીર.

(10:29 am IST)