Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગીર સોમનાથ જિલ્લામાં ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને રૂ. ૫૬૨૯.૯૯ લાખની સહાય

પ્રભાસ પાટણ તા. ૪ : રાજયમાં મત્સ્યોધોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું ઘણુ મોટુ પ્રદાન છે. જિલ્લાનાં ૧૧૦ કિ.મી.દરિયાઈ વિસ્તારમાં વેરાવળ, જાલેશ્રર, હીરાકોટ, સુત્રાપાડા, ધામળેજ, મુળદ્રારકા, માઢવાડ, કોટડા, નવાબંદર, સીમર અને સૈયદ-રાજપરા સહિતના નાના-મધ્યમ ૧૧ જેટલા મત્સ્ય બંદરો આવેલા છે. જિલ્લામાં ફિશરીઝ વિભાગ દ્રારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન જુદી-જુદી ૧૦ યોજનાના ૩૮૮૬ લાભાર્થીઓને રૂ.૫૬૨૯.૯૯ લાખની આર્થિક સહાય અર્પણ કરી માછીમારોને પગભર કરવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન પાકિસ્તાન પકડાયેલ ૨૮૫૬ માછીમારોના કુટુંબને રૂ.૧૨૭.૭૦ લાખ, ઈલે.સાધનોના ૬૭ લાભાર્થીઓને રૂ.૧૦.૦૫ લાખ, પોર્ટબલ ટોયલેટના ૭૫ લાભાર્થીઓને રૂ.૭.૫૦ લાખ, પગડિયા સહાયના ૨૫ લાભાર્થીઓને રૂ.૧.૮૦ લાખ, રેફીઝરેટર વાનના એક લાભાર્થીને રૂ.૪.૩૬ લાખ, નવા એન્જીન ખરીદવા માટેના ૩૦ લાભાર્થીઓને રૂ.૫૯.૧૦ લાખ, ફીશ કલ્ચર કેજના ૨ લાભાર્થીઓને રૂ.૫૩.૯૭ લાખ, પ્રોન હેચરીની સ્થાપના માટેના એક લાભાર્થીને રૂ.૬૦ લાખ, ઓ.બી.એમ. માછીમાર બોટને કેરોસીન ખરીદી પર સહાયના ૧૨૫ લાભાર્થીઓને રૂ.૫.૨૭ લાખ અને ડિઝલ ઓઈલ વેટ પર રાહતા ૩૨૭૫ લાભાર્થીઓને રૂ.૫૩૦૦.૨૪ લાખની આર્થિક સહાય આપવામાં આવેલ છે.

રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર જિલ્લામાં મત્સ્યોધોગ પ્રવૃતિ સાથે સંકળાયેલા ૧૧૯૭૯ માછીમારોને તેમની ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ વિના-મૂલ્યે આપવામાં આવેલ હતા. જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮માં જુદી-જુદી ૨૦ યોજનાના ૧૭૨૫૧ લાભાર્થીઓને રૂ.૨૧૩૩૬.૯૧૬ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.ઙ્ગ(૨૧.૬)

(10:29 am IST)