Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

દેવભૂમિ દ્વારા જિલ્લાના કલેકટરનો ચાર્જ સંભાળતા ડો. નરેન્દ્રકુમાર મીના

દેવભૂમિ દ્વારકા તા. ૪ : એડીશ્નલ ડેવલોપમેન્ટ કમિશ્નર ગાંધીનગર ફરજ બજાવતા ડો.નરેન્દ્રકુમાર મીનાની બદલી થતા તેઓ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટર તરીકેનો  ચાર્જ સંભાળી લીધો છે.

 

કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના હાજર થતા અગાઉના કલેકટર આર.આર.રાવલે અને નિવાસી અધીક કલેકટર એ.બી.પટેલે ફુલના બુકે આપી કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાનું સ્વાગત કર્યું હતું. દેવભૂમિ દ્વારકાના કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ચાર્જ સંભાડતાજ જિલ્લાની કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી હતી.(૨૧.૫)

(10:28 am IST)