Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જામનગર જિલ્લાના ઉંડ-૧ - સસોઇ - ફુલઝર-૧ ફુલઝર (કોબા) ડેમોમાંથી પાણી લેવા પર પ્રતિબંધ

જામનગર તા. ૪ : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા, જામનગરને મળેલ સત્તાની રૂઇએ ફરમાવેલ છે કે, જામનગર જિલ્લામાં અમુક વિસ્તારમાં પીવાનાં પાણીના સંગ્રહ માટે પર્યાપ્ત વરસાદ થયેલ ન હોવાના કારણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ઉભી થયેલ છે. જિલ્લામાં આવેલ ઉન્ડ-૧, સસોઇ, ફુલઝર-૧ તથા ફુલઝર (કો.બા.) ડેમમાં પાણીનો જથ્થો સમગ્ર વર્ષની જરૂરીયાતના પ્રમાણમાં ઓછો છે અને દિન પ્રતીદીન ઘટતો જાય છે. તેમજ આવનાર આગામી દિવસોમાં પાણીની અછત અનુભવાશે જેથી આ ડેમોના પીવાના પાણીનો જથ્થો પીવાના હેતુ માટે રિઝર્વ રાખવા સરકારશ્રી દ્વારા આદેશ થયેલ છે. જેનો અમલ તા.૩૧/૦૩/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી રહેશે.

પાણીની વિકટ બનતી જતી સુવ્યવસ્થિત કરવા તથા પાણીના જથ્થાને બગડતો અટકાવવા, ચોરી અટકાવવા તથા અમુક વ્યકિત દ્વારા ડીઝલ એન્જીનો મુકીને પાણીનો ઉપાડ થતો અટકાવવા કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઇ વિભાગ, જામનગર તરફથી ઉન્ડ-૧, સસોઇ, ફુલઝર-૧ તથા ફુલઝર(કો.બા.) ડેમનું પાણી પીવા માટે રીઝર્વ રાખવા મળેલ દરખાસ્ત અન્વયે જળાશયોમાંથી તેમજ તેની પસાર થતી કેનાલોમાંથી કોઇ વ્યકતીઓએ પંપ દ્વારા, ટેન્કર દ્વારા અગર બીજા કોઇ સાધનો દ્વારા પાણી ભરવુ નહી, લઇ જવુ નહીં, કે સિંચાઇ માટે ખેંચવુ નહિં કે અન્ય રીતે ઉપયોગમાં લેવુ નહીં, ડેમમાં અપસ્ટ્રીમ સાઈડમાં કોઈએ એન્જીનો મુકી પાણી ખેંચવુ નહિં, ડેમની હદથી ૫૦૦ મી.ની ત્રીજીયામાં નવા બોર કરવા નહિં . નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મુકવા નંહી કે કોઇ રીતે પાણી ખેંચવુ નહિં. આ વિસ્તારનાં ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું પાણી કોઇપણ વ્યકિત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહીં કે કરાવી શકશે નહીં, ડેમ તથા આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં ચાલુ ઉદ્યોગો કે બોરીંગ, ડીપવેલ, સબમર્શીબલ દ્વારા પાણીખેંચી, વપરાશ કરતા હોય તેવા ઉદ્યોગોએ દિવસ-૮માં વિગતો કમિશ્નરશ્રી, મહાનગરપાલિક, જામનગરને રજુ કરવી.

અપવાદ રૂપ  ડેમમાંથી/કેનાલોમાંથી અગર તેની પાઇપલાઇનોમાંથી પીવાનાં પાણીની મુશ્કેલી કે અન્ય કારણે ટેન્કર અગર અન્ય સાધનો દ્વારા સરકારશ્રી/કલેકટરશ્રી/ કે કાર્યપાલક ઈજનેરશ્રી સિંચાઇ વિભાગ, જામનગર કે સક્ષમ અધિકારી દ્વારા પાણી માટે મંજૂરી અપાયેલ હોય તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી, પણી પુરવઠા બોર્ડને આ હુકમ લાગુ પડશે નહીં.

આ  હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર આઇ.પી.સી. કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજેન્દ્ર સરવૈયા, જામનગરના જાહેરનામામાં જણાવાયુ છે.(૨૧.૫)

(10:28 am IST)