Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉનાઃ ટ્રક ઉપરથી સામાન ઉતારતી વખતે વીજ વાયર અડી જતાં મોતઃ એકને ઇજા

ઉના તા.૪: તાલુકાનાં ગાંગડા ગામે ટ્રક ઉપરથી પ્લાસ્ટીકનાં કેરેટ ઉતારતી વખતે વિજવાયરને અડી જતાં ૧નું મોત અને ૧ને ઇજા થઇ હતી.

ઉનાથી ૧૦ કિ.મી. દૂર ગાંગડા બસ સ્ટેન્ડ પાસે ગત તા. ૧૦-૪-૧૮નાં રોજ બંધ બોડીના ટ્રક ઉપર કેરી ભરવાનાં ખાલી પ્લાસ્ટીકનાં કેરેટો લઇ પરત આવેલા અશોકભાઇ રામજીભાઇ રે. ધાધળી તા. શિહોર, જિ. ભાવનગર વાળા તથા હિંમતભાઇ દામજીભાઇ ઉતારતા હતા ત્યારે ટ્રક નંબર જી.જે. ૩૨ ટી ૭૦૦૮નાં ચાલકે બેરીકેટથી ટ્રક ઉપર પસાર થતી હેવી વીજલાઇન નીચે ઉભો રાખેલ હોય જે કેરેટ ઉતારતી વખતે અશોકભાઇ રામજીભાઇ વીજ વાયરને અડી જતા શોર્ટ લાગવાની નીચે પટકાયા હતાં. સ્થળ ઉપર જ મૃત્યુ પામ્ય હતા. જયારે અન્ય એક વ્યકિતને ઇજા થઇ હતી.

ઉના પોલીસ સ્ટેશનને મરણ જનારનાં ભાઇ બુદ્ધભાઇ રામજીભાઇ રે. ધાધણી તાલુકો શિહોર જિ. ભાવનગર વાળાએ ટ્રક નંબર જી.જે. ૩૨ ટી ૭૦૦૮નાં ચાલક સામે બેદરકારીથી તેમનાં કબજાનો ટ્રક ઇલેકટ્રીક વીજ વાયર નીચે રાખી હતી, તેથી તેના ભાઇનું મૃત્યું થયાનું પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવ ૧૦-૪-૧૮ એટલે કે નવ માસ પહેલાનો હોય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.(૧.૫)

(10:27 am IST)