Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સોમનાથ મહાદેવ મંદિર હવે સુવાસિત સુગંધથી મહેકશે

માખી, મચ્છર સામે આરોગ્ય રક્ષક સુરક્ષા કવચ તરીકે સ્પ્રેનો છંટકાવ કરવા નિર્ણય

પ્રભાસ પાટણ તા.૪:  વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્ર આઇકોન બન્યા બાદ સ્વચ્છતા અંગેના વિવિધ ઉપકરણોમાં નવા ભાથાઓ ઉમેરાઇ રહ્યાં છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સોમનાથ ખાતે એક સ્પ્રેયરની નિમણૂંક કરવામાં આવી છે. બચુ મંગા બામણીયા તેઓ દરરોજ બે વખત સોમનાથ મહાદેવ મંદિર, ટ્રસ્ટ હસ્તકના પ્રભાસના મંદિરો, અતિથી ગુહો, બાથરૂમો-યુરિનલો તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં રોગ વાહક માખી, મચ્છર અને અન્ય જંતુઓ દેશ-વિદેશના યાત્રિકોને આરોગ્ય સુરક્ષા રક્ષણ મળે તે માટે જંતુનાશક દ્વાવણોનો સ્પ્રે કરતા રહે છે.

આ સ્પ્રેનું વિશેષ આકર્ષણ એ છે કે દવાના મિશ્રણ સાથે સુગંધ દ્રવ્ય પણ નાખવામાં આવે છે જેથી દવા છંટાયેલ મંદિર સુગંધથી ભરપુર મહેકથી મધમધતું રહી યાત્રિકો દર્શનાર્થીઓને આહલાદક સુવાસિત અનુભૂતિ થાય છે.

૧૬ લીટરની ટાંકી સ્પ્રે પંપ સાથે કરાતા આ છંટકાવમાં બાયો કલીન કમ્પોસ્ટ મચ્છર સામે, બાયો આર્ક માખી સામે, બાયોકલીન ૭૦૨ યુરીનલ માટે તેમજ કલીન મસ્ક ગટરના સ્થળોએ આ તમામ બાયો સેનીટેશન ઓડોર મટીરીયલ દવાઓમાં પાણી સાથે મન-તન તરબર કરે તેવી સુગંધિત પરફયુમનો ઉમેરોકરી મંદિર અને આસપાસ તથા અતિથીગૃહો-ભોજનાલયો પાસે દવાઓનો છંટકાવ કરાય છે.

દરરોજ ૧૫ લીટરથી પણ વધુ દવાઓ સ્પ્રે કરાય છે. જેની કોઇ આડઅસર પણ થતી નથી. સ્વચ્છતા-યાત્રિકો દર્શનાર્થીઓના આરોગ્યપ્રદ સુરક્ષા જાળવણી માટે અભિનવ આવો પ્રયાસ સરાહનીય છે.

સોમનાથ મંદિર પ્રથમથીજ વાતાનુકુલિત છે તેમાં હવે સુગંધિત સ્પ્રે છંટકાવ ભાવિકોને ભાવ વિશ્વમાં ગરકાવ કરે છે.

ચંદન અને ગુલાબનો સ્પ્રે દિવસભર વારંવાર થતો રહે તેવી લોકલાગણી છે.(૧.૨)

 

(9:37 am IST)
  • મણીપુરના મશહૂર ફિલ્મકાર અરીબમ શ્યામ શર્માએ નાગરિકતા વિધેયકના વિરોધમાં પદ્મશ્રી પાછો આપશે :2006માં મળ્યું હતું સન્માન : શર્માએ કહ્યું કે મેં એકજૂથતા બતાવવા આ પુરષ્કાર પાછો આપવા નિર્ણય કર્યો છે :મણિપુરના લોકોને આ સમયે સુરક્ષાની જરૂરત છે access_time 1:26 am IST

  • સમાજસેવી અન્ના હજારેની ચેતવણી :સરકાર વાયદો પૂરો નહિ કરે તો પોતાનો પદ્મભૂષણ પાછો આપશે :81 વર્ષીય અન્ના હજારેને 1992માં ત્રીજું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા :પોતાના વતન રાલેગણ સિદ્ધિ (મહારાષ્ટ્ર )માં છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલા સમાજસેવી અન્ના હજારે સરકાર વાયદાખીલાફી થયાનો આરોપ લગાવ્યો હતો access_time 1:28 am IST

  • નકલી નોટની તસ્કરીનો સૂત્રધાર પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો :બાંગ્લાદેશથી ચલાવતો હતો રેકેટ :મિથુન ઉર્ફે અબ્દુલ સલામ બાંગ્લાદેશથી નકલી નોટો મંગાવતો હતો :નકલી નોટનો કારોબાર ચલાવવા નામ પણ નકલી રાખ્યું : નકલી નોટની તસ્કરી કરતી ગેંગનો સૂત્રધાર અને 50 હજારનો ઈનામી પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાંથી દબોચાયોઃ બીએસએફની મદદથી પકડાયેલો આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બાંદા લવાયો access_time 12:59 am IST