Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

મોરબીના અમરેલી ગામની સીમમાં કાર અને મોટરસાયકલ અથડાતા એકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૪:  અમરેલી નજીક કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં આધેડનું મોત થયું હતું જયારે કાર લઇ ચાલક નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી પીન્ટુ ભુદરભાઈ મોરડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કાર જીજે ૩૬ બી ૬૩૧૧ ના ચાલકે અમરેલી ગામની સીમમાં કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતા ભુદરભાઈ લાલજીભાઈ મોરડિયા (ઉ.વ.૫૭) ના મોટરસાયકલ જીજે ૦૩ એફઈ ૫૩૩૫ ને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર ભુદરભાઈ મોરડિયાને ગંભીર ઈજા થતા મોત થયું હતું તો કાર ચાલક કાર લઈને નાસી ગયો હતો તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:46 pm IST)