Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

કચ્છમાં કાલે કોરોના રસીની મોકડ્રીલ ૨૫ જણને અપાશે રસી

પ્રથમ તબક્કે ત્રણ લાખ લોકોને રસી આપવા તંત્ર સજ્જ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કચ્છ જિલ્લામાં કોરોનાના રસીકરણ માટે તંત્ર સજજ છે. આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરાયું છે. જેમાં ૨૫ જણને પ્રાયોગિક રીતે રસી અપાશે. જોકે, રસીકરણ માટે કચ્છનું તંત્ર સજજ થઇ ચૂકયું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે કલેકટર પ્રવિણા ડી.કે. અન્ય ડીડીઓ ભવ્ય વર્માના માર્ગદર્શન તળે રસીકરણની તાલીમ અંગેની અલગ અલગ તાલીમ શિબિરો યોજાઈ ચૂકી છે. ૧૨ અને ૧૩ ડિસે.ના જિલ્લા મથકે, ૧૪ અને ૧૬ ડિસે.ના તાલુકા મથકોએ તાલીમ શિબિર, એન. આઈ. ડી. વર્કશોપ ૧૭ ડિસે. અને ડી.ટી.એફ.આઈ.ની મીટીંગ ૨૩ નવે.,૨ અને ૧૯ ડિસેમ્બર ના યોજાઈ ચૂકી છે. ખાનગી ડોકટરોનો વર્કશોપ ૧૯ ડિસેમ્બર ના યોજાઈ ચૂકયો છે.

રસી આવ્યા બાદ કચ્છ જિલ્લામાં પ્રથમ તબક્કે ૧૪૦૨૮ હેલ્થ વર્કર, પોલીસ સહિત ૧૫૬૮૪ ફ્રંટલાઇન કાર્યકર, ૫૦ વર્ષથી ઉપરના ૯૭૫૯ અને ૫૦ વર્ષથી નીચેના વિવિધ રોગ ધરાવતા ૨ લાખ ૧૭ હજાર ૫૭૧ એમ અંદાજિત ત્રણ લાખથી વધુ લોકોને રસી અપાશે. રસીકરણ માટે ૬૧૬ કર્મચારીઓ અને ૧૭૫ સુપરવાઈઝરની ટીમ તૈયાર છે. રસી રાખવા ૯૫ ડીપફ્રીઝ, ૧૧૮ કોલ્ડ બોકસ અને ૨૫૪૬ વાહનો ઉપયોગમાં લેવાશે.

(11:29 am IST)