Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

દામનગર-સાવરકુંડલા : પ્રાંત કચેરીમાં વિરજીભાઇ ઠુંમરની ઉપસ્થિતીમાં સંકલન મિટીંગ

દામનગર-સાવરકુંડલા,તા.૪: લાઠી પ્રાંત કચેરી ખાતે કલેકટર શ્રી ગૌતમ ઉત્સવની અધ્યક્ષતામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ હતી.

લાઠી તાલુકા કક્ષાના વણ ઉકેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃત ધારાસભ્ય તરીકે લોકચાહના પ્રાપ્ત કરનારા વિરજીભાઈ ઠુંમર સંકલન મીટીંગમા તમામ વિભાગને લગતા પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી શ્રી ગૌતમ ઉત્સવ સાથે પરામર્શ કરી જરૂરી સુચના આપવામાં આવી હતી.

 મુખ્યત્વે દામનગર સીટી સર્વે વિભાગમાંથી લાંબા સમયબાદ નોટીસ આપ્યા બાદ કર્મચારી હાજર રહેતાં અનેક પ્રશ્નોન્તરી આઈ.એ.એસ ગૌતમ ઉત્સવે કરી હતી.તેમજ દામનગરમાં દબાણ બાબતે યોગ્ય ઉકેલ લાવવા સુચના આપી હતી.

આ સંકલન મીટીંગમા મામલતદારશ્રી ડી.બી.પંડયા,તા.વિ.અધિકારી મકવાણા.દામનગર પાલીકા પ્રમુખ ગોબરભાઈ નારોલા , ચીફ ઓફિસર, તેમજ વનવિભાગ,પી.જી.વી.સી.એલ, પાણી પુરવઠા, આંગણવાડી, અને તાલુકા કક્ષાનો કર્મચારીગણ ઉપસ્થિતિ રહ્યા હતા.

(10:09 am IST)