Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જેતપુરમાં ધવલભાઇ પારખીયા પર હુમલો

કારમાં બેટરી બદલવા બાબતે થયેલ ઝઘડામા ૪ શખ્સો લાકડાના ધોકા સાથે તૂટી પડયા

જેતપુર, તા. ૪ : કારમાં બેટરી બદલાવવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન પર ૪ શખસોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરનગર રોડ વિસ્તારમાં રહેતા ધવલભાઇ પારખીયાએ પોતાની સેન્ટ્રોકાર કલર કામ માટે અમરનગર રોડ પર આવેલ રામદેવ મોટર ગેરેજમાં મૂકેલ જયારે તે કાર લેવા ગયેલ ત્યારે તેમાં બેટરી ન હોય બીજી બેટરી નાખી આપેલ તે બેટરી પર પરત લેવા માટે મુનાભાઇએ ધવલભાઇને ફોન કરતા તે બહારગામ હોવાનું જણાવેલ. આ બાબતે મુનાભાઇએ ધર્મરાજ વાળાને વાત કરતા તેમણે ધવલભાઇને મળવા માટે સરદાર ચોકમાં બોલાવેલ ત્યાં પોતે એકલા જતા તેને ધર્મરાજ વાળાએ પોતાની ફીગોકારમાંથી લાકડાનો ધોકો કાઢી મારવા લાગેલ જેથી ભાગી જતા તે લોકો ફરી હોટલ ઉત્સવ પાસે પકડી માથામાં ધોકો મારતા લોહી નિકળવા લાગેલ. ધર્મરાજ વાળાની સાથે આવેલ તેના સાગ્રીતો મેસો કોળી, દેવારા પટેલ અને સાહિલ આ લોકોએ મોઢ માર મારેલ અને જતી વખતે મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત ધવલભાઇને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડેલ ત્યાં તેની ફરીયાદ પરથી ધર્મરાજ વાળા, મેસો કોળી, દેવારા પટેલ સાહિલ (રહે. તમામ જેતપુર) ઉપર આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) ૧૧૪ જી.પી.એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(3:36 pm IST)