Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ફીશરીઝનું મુખ્ય મથક હોવાથી માછીમારોને પ્રથમ વેરાવળ લવાયા બાદ આંધ્રપ્રદેશ મોકલાશે

વેરાવળ, તા. ૪:  પાકિસ્તાન જેલમાંથી પાકિસ્તાન મરીન સિકયોરીટી એજન્સી એ ર૦ માછીમારોને છોડી દેવામાં આવ્યા છે.

જે માછીમારો તા. ૮ મી એ વેરાવળ પહોંચશે.  વેરાવળ ફીશરીઝનું મુખ્ય મથક હોવાથી પ્રથમ વેરાવળ લવાયા બાદ ત્યાંથી માછીમારોને આંધ્રપ્રદેશ મોકલાશે.

પાકિતાન મરીન સિકયુરીટી દ્વારા અપહરણ કરી પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવેલા ૪૯૩ માછીમારો પૈકી આંધ્રપ્રદેશના વીસ માછીમારોને મુકત કરવા પાક. સરકારે નિર્ણય કર્યો છે. વીસ માછીમારો તા. ૪ના મુકત થશે. તા. ૬ના વાઘા બોર્ડર અને તા. ૮મીએ વેરાવળ પહોંચશે. મુકત થનાર તમામ માછીમારો આંધ્રપ્રદેશના છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ફિશીંગ બોટ તથા માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન જેલમાં કેદ કરવામાં આવેલા ૪૯ર માછીમારો પૈકી ર૦ ભારતીય માછીમારોને છોડી મુકવા પાકિસ્તાન સરકારે નિર્ણય કર્યો છે. ર૦ માછીમારોને તા. ૪ના જેલ મુકત કરવામાં આવશે. તા. ૬ના વાઘા સરહદે પહોંચી થશે. જેનું વેરીફીકેશન કબ્જો સંભાળી સહી સલામત વેરાવળ સુધી લાવવા રાજય સરકારે એક ખાસ ટીમ બનાવી છે. તા. ૮મીએ માછીમારોને વડોદરાથી ખાસ બસ દ્વારા વેરાવળ પહોંચશે.

લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં પરેશાની ભોગવી રહેલા માછીમારો માદરે વતન પાછા ફરવાના હોય તેમના પરિવારોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

(3:34 pm IST)