Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મહિલા તબીબના જન્મદિન નિમીતે રકત્તદાન કેમ્પ તંદુરસ્ત બાળ હરિફાઇ

આટકોટ તા ૪  : પાયલ હોસ્પિટલ અને કામિની ગર્ભસંસ્કાર પરિવાર દ્વારા પરિવારનાં સદસ્યા ડો. પ્રતિક્ષા દેસાઇના જન્મદિનની વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તા.૭ ને મંગળવારે બપોરે ૩ થી ૬ દરમિયાન પાયલ હોસ્પિટલ, વેસ્ટ ગેઇટ, પ્રથમ માળ, રૈયા ચોકડી પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રકત્તદાન કેમ્પનું આયોજન કરાશે.

આ ઉપરાંત તા.૭ ને મંગળવારે બપોરે ૩ થી પ દરમિયાન તંદુરસ્ત બાળ હરિફાઇ યોજાશે, જેમાં ૬ મહિનાથી ૬ વર્ષ સુધીના બાળકો જોડાઇ શકશે. જેનું રજીસ્ટ્રેશન તા. ૫ જાન્યુઆરી સુધી થઇ શકશે. આ  સ્પર્ધાનો પુરસકાર વિતરણ પાયલ હોસ્પિટલ, પ્રથમ માળ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ફૂટ રીંગ રોડ, ખાતે સાંજે પ.૩૦ વાગ્યે યોજાશે.

આ સ્પર્ધાના દરેક બાળકોને પ્રોત્સાહક ઇનામો તથા પ્રથમ ૩ બાળકોને વિશેષ પુરસ્કાર અપાશે.

નિર્ણાયકો તરીકે સોૈંદર્ય નિષ્ણાંત બાળરોગ નિષ્ણાંત, દંત રોગ નિષ્ણાંત સેવા આપશે.

લાભ લેવા પાયલ મેટરનીટી હોસ્પિટલ તથા કામિની ગર્ભસંસ્કાર કેન્દ્ર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:33 pm IST)