Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જુનાગઢ ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસના સમર્પણ કલબના વિદ્યાર્થીઓ દ્વારા વધુ એક સેવાકીય કાર્યક્રમ યોજાયો

જૂનાગઢઃ ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ પોતાની કોર્પોરેટ સોશીયલ જવાબદારીને સારી રીતે સમજે છે.સમયાંતરે કોઈને કોઈ સારી પ્રવૃત્તિ અને જનજાગૃતિ અભિયાન કરતી રહે છે. સૈનિક કલ્યાણ નિધિ, સંવેદના, સ્વચ્છ જૂનાગઢ આના બેનમુન ઉદાહરણો છે. હાલમાં 'ખોવાયેલા સપનાઓ' નામની એક પ્રવતિ કરવામાં આવેલ.  આ પ્રવૃતિમાં અમારી કોલેજનું સમર્પણ કલબ ગૃપ 'કાર્મલ ભવન' નામના એક આશ્રમમાં ગયું હતું જયાં ૫ વર્ષથી લઈને ૧૯ વર્ષ સુધીની ૪૫ કન્યાઓ રહે છે, તેમજ બધાનો અભ્યાસ ચાલું છે.  સંસ્થાના સમર્પણ કલબના વિદ્યાર્થીઓએ ત્યાં રહેલી દિકરીઓના જન્મદિનની ઉજવણી કરી હતી તેમજ તેઓને શૈક્ષણિક કિટ આપીને તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેકટર ડો. દિપક પટેલએ સહપરિવાર હાજરી આપી હતી. સંસ્થાના પ્રમુખ  જવાહરભાઈ ચાવડા, કેમ્પસ ડાયરેકટર  બી. જે. વાટલીયા અને ડાયરેકટર ડો. દીપક પટેલે આ કાર્યક્રમની સફળતા માટે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.

(1:17 pm IST)