Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જસદણ પોલીસ જાપ્તામાંથી નાસી છુટયા બાદ ૧૫ વર્ષથી ફરાર રમેશ ભાંભોર પકડાયો

કોટડાસાંગાણીના અપહરણના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ ચીમા ડાવરને દબોચી લેવાયોઃ રૂરલ પેરેલ ફર્લો સ્કવોડની કામગીરી

તસ્વીરમાં પોલીસ જાપ્તામાં ફરાર આરોપી (નીચે બેઠેલ) સાથે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નજર પડે છે.

રાજકોટ તા.૧૫: જસદણ પોલીસ જાપ્તામાંથી નાસી છુટયા બાદ ૧૫ વર્ષથી ફરાર આદિવાસી શખ્સને રૂરલ પેરોલ ફેલો સ્કવોર્ડ ભાડલામાંથી દબોચી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ તથા જામીન મંજુર કરાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અન્વયે પેરોલ ફર્લા સ્કવોર્ડના પીએસઆઇ વી.બી.ચૌહાણ, એએસઆઇ મહંમદભાઇ ચૌહાણ યુએચસી પ્રભાતસિંહ પરમાર એચસી જગતભાઇ તેરૈયા એચસી વીરરાજભાઇ ધાંધલ પીસી મહેન્દ્રસિંહ સોલંકી એસીઆઇ જયદીપભાઇ ઉનડકટ તથા એસીઆઇ રાઇધનભાઇ ડાંગર નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમયન પો.કોન્સ.મહેન્દ્રસિંહ સોલંકીને ખાનગી રાહે હકીકત મળેલ કે જસદણ પોસ્ટેના પોલીસ જાપ્તામાંથી ૧૫ ફરાર વર્ષી ફરાર આરોપી રમેશ ઉર્ફે જેનીયો રાણસીગ ભાભોર જાતે. આદિવાસી ઉમર વર્ષ ૪૫ રહે બાલદી તા.રાણાપુર જી.જામ્બા નાનો ભાડલા બસ્ટેન્ડ આવવાનો હોવાની માહિતી મળતા વોચ ગોઠવી દબોચી લઇ જસદણ પોલીસના હવાલે કરાયો હતો. તેમજ રૂરલ પેરોલ ફેર્લા સ્કવોડએ કોટડા સાંગાણી પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૩૯/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૪૪૭,૧૧૪ જી.પી.એકટ કલમ ૧૩૫ વિ.મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ચીમા ઉર્ફે સિમરન રામસિંગભાઇ ડાવર જાતે. આદિવાસી ઉમર વર્ષ ૩૦ રહે બકડિયા તથા.શાનપુર જી.અલીરાજપુર નાનો કોટડા સાંગાણી બસ્ટેન્ડ આવવાનો હોવાની માહિતી મળતા સદરહુ જગ્યાએ વોચગોઠવી આરોપીને દબોચી લઇ કોટડાસાંગાણી પોલીસના હવાલે કરાયો હતો.

(1:16 pm IST)