Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાગરિકતા સમર્થનમાં ભાજપ દ્વારા જન જાગરણ અભિયાનનો પ્રારંભ

જસદણમાં ભાજપનાં હોદેદારોની ઉપસ્થિતિઃ કાલે જામનગરમાં મંડલવાઇઝ કાર્યક્રમો

રાજકોટ, તા. ૪ : કેન્દ્ર સરકારે દ્વારા લાગુ કરાયેલા નાગરિકતા કાયદાના સમર્થનમાં આજે ભાજપ દ્વારા જુદા જુદા સ્થળોએ જન જાગરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદેદારો જોડાયા હતાં.

આટકોટ

આટકોટ : જસદણમાં ભાજપના આગેવાનો કાર્યકરોની અધ્યક્ષકતામાં આજે મહારેલીનું આયોજન કરાયું હતું જેમાં આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા, ડી.કે. સખીયા, ભાનુભાઇ મેતા, પાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઇ હીરપરા મહામંત્રી બી.બી.સી. સોનલબેન વસાણી, રમાબેન મકવાણા, વલ્લભભાઇ રામાણી, અનિલભાઇ મકાસી, સહિત ભાજપના સદસ્યો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જામનગર

જામનગર તા.૪: કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ અનેક મહત્વપૂર્ણ પગલાઓમાં નાગરીકતા સંશોધન કાયદો 'સી.એ.એ.' એક છે. આઙ્ગ કાયદા પ્રત્યે વિરોધ પક્ષો દ્વારા દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહેલ છે તેની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આગામી તારીખ ૫ જાન્યુઆરીથી વ્યાપક જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે આ અંતર્ગત જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ અભિયાનનો શુભારંભ થશે.

આ અભિયાનના શુભારંભ પ્રસંગે જામનગર તાલુકામાં રાજય સરકારના મંત્રીશ્રી હકુભા જાડેજા, જામજોધપુર તાલુકામાં પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ શાપરીયા, કાલાવડ તાલુકામાં, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, લાલપુર તાલુકામાં જીલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલ, ધ્રોલ તાલુકામાં કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઇ મુંગરા તથા જોડીયા તાલુકામાં પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.  આ અભિયાન હેઠળ ઘર-ઘર સંપર્કની શરૂઆત થયા બાદ આગામી તા. ૧ર જાન્યુ. સુધીમાં શકિત કેન્દ્ર વાઇઝ જવાબદારી સોંપેલ કાર્યકરો સંપર્ક ઉપરાંત ગ્રુપ બેઠકો અને પત્રિકા વિતરણ કરી આ કાયદાનું મહતવ સમજાવશે. જનજાગૃતિ અભિયાન દરમ્યાન આ કાયદાના સમર્થનમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને પોસ્ટકાર્ડ લખવા, ટવીટરનો ઉપયોગ કરતા લોકો દ્વારા સમર્થન તેમજ મોબાઇલ નંબર ૮૮૬૬ર ૮૮૬૬ર પર મીસકોલ દ્વારા પણ સમર્થન કરવા લોકોને અપીલ કરવામાં આવનાર હોવાનું જિલ્લા મહામંત્રી અને સંપર્ક અભિયાનના ઇન્ચાર્જ ડો. વિનોદ ભંડેરીની યાદીમાં જણાવાયું છે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરનો પ્રવાસ રદ

આટકોટ તા. ૪ :.. નાગરિકતા સંશોધન કાયદાના ટેકામાં આયોજીત રેલી - જનજાગૃતિ અભિયાનમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટકર વિશેષ ઉપસ્થિત રહેનાર હતાં. પરંતુ તેમનો સૌરાષ્ટ્રનો પ્રવાસ રદ થયાનું જાણવા મળ્યું છે.

(1:12 pm IST)