Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ટંકારા પાસે ડાયવર્ઝનમાં ડામર રોડ બનાવો

ધૂળની ઉડતી ડમરીઓ, વાહન ચાલકો, રહેવાસીઓ પરેશાનઃ લોકોનું સ્વાસ્થય બગડે છે

ટંકારા તા. ૪ :.. ફોર લેન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત, લતીપર ચોકડીએ ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે.

ઓવરબ્રીજની બંને તરફ મોરબી તથા રાજકોટના રોડ ઉપર ડાયવર્ઝન કઢાયેલ છે. પરંતુ ડાયવર્ઝનમાં ડામર પાથરવામાં આવેલ નથી. ડાયવર્ઝન ડામર રોડના બનાવાયેલ નથી. તેમજ ડાયવર્ઝન એકદમ સાંકડા બનાવવામાં આવેલ છે.

ટ્ર કે વીસ વ્હીલવાળા વાહનો પસાર થાય ત્યારે મોટર સાયકલ કે રાહાદારી પણ ચાલી શકે તેટલી જગ્યા રહેતી નથી. પરીણામે અકસ્માતના ભય રહે ે. વારંવાર ટ્રાફીક જામ થાય છે. ડાયરવર્ઝન પહોળા તથા ડામર રોડના બનાવવાની લોકોની માંગણી છે.

ડાયવર્ઝનમાં કાચો રોડ, રોડ હોવાને કારણે દિવસ-રાત ધુળની ડમરીઓ ઉડયા કરે છે. ધુળના થરો આજુ બાજુના રહેણાંક મકાનોમાં જામે છે. બાળકો તથા વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવામાં પ્રદુષણ ફેલાયેલ છે.

ઓવરબ્રીજ પાસેનો ખાડો બુરવા માગણી

ઓવરબ્રીજ પાસે જ જામનગર જવાના રસ્તે પાઇપ લાઇન માટે મોટો ખાડો ખોદી રખાયેલ છે. છેલ્લા પંદર -  દિવસથી કશી કામગીરી થતી નથી. વાહનોને ભારે અડચણ રૂપ છે. રાત્રીના અકસ્માતનો ભય છે. તાત્કાલીક ખાડો પુરવા માંગણી છે.

ઓવરબ્રીજની બંને બાજુ વાહનો ઉભા રહે છે. ત્યાં ડામર રોડ બનાવવાની જરૂરીયાત છે.

એસ. ટી. બસનો સ્ટોપ માટે જગ્યા ફાળવો

ટંકારામાં જુનુ એસ. ટી. બસ સ્ટેશન હતું આ જગ્યા ઓવરબ્રીજથી દોઢસો બસો ફુટ દુર છે. પાકો ડામર રોડ છે.

રાજકોટ તથા જામનગર તરફ જતી એસ. ટી. બસોને દેરીનાકા પાસે, જુના બસ સ્ટેન્ડ પાસેની જગ્યામાં સ્ટોપ અપાય તો મુસાફરોને સુવિધા તથા રાહત મળશે.

જયારે રાજકોટથી મોરબી તરફ જતી એસ. ટી. બસોને બસ સ્ટેન્ડ માટે ફાળવાયેલ સુચિત જગ્યામાં સ્ટોપ આપી શકાય.

ઓવરબ્રીજની કામગીરીને લાંબો સમય ચાલશે. તેથી કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

ડાયવર્ઝનમાં વાહન બંધ પડે ત્યારે મોટી મુશ્કેલી થાય છે.

(1:09 pm IST)