Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોરબીના ફડસર નજીક વાડી પાસે છૂપાવેલ દારૂની ૧૩૦ બોટલ કબ્જેઃ કાના સોંધીયાની શોધ

વીસીપરામાં મકાનમાંથી દારૂની ૧૦ બોટલ સાથે મેઘના પકડાઇ

મોરબી તા. ૪ :.. તાલુકાના ફડસર ગામની સીમમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વાડીની બાજુમાં છૂપાવેલ રૂ. ૪ર,પ૪૦ ની કિંમતની ૧૩૦ દારૂની બોટલ કબ્જે કરી હતી. મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીએસઆઇ આર. એ. જાડેજાની ટીમે ફડસર ગામની સીમમાં જીંજુડા જવાના રસ્તે તળાવની પાળ નજીક દરોડો કરીને બાવળની કાંટમાં ઘાસ નીચે નગાભાઇ રામભાઇ ગોગરા (રહે. ફડસર) ની વાડી પાસે ફડસરના કાનાભાઇ શામળાભાઇ સોંધીયાએ છૂપાવી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલ ૧૩૦ કિંમત રૂ. ૪ર,પ૪૦ મળી આવતા કબ્જે કરી હતી. અને કાના સોંધીયાની શોધખોળ આદરી છે.

 

જયારે બીજા દરોડામાં મોરબીન વિસીપરામાં લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં ઘરમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૧૦ કિ. રૂ. ૩૦૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને મહિલા મેઘનાબેન તેજશભાઇ દોશીને ઝડપી લીધી છે. જયારે તેજશ કિશોર દોશી હાજર નહિ મળતા તેની વિરૂધ્ધ ગુન્હો નોધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

(1:08 pm IST)