Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કાલે રાજયકક્ષાની ગિરનાર આરોહણ -અવરોહણ સ્પર્ધા

૧૪૮૮ સ્પર્ધકો જોડાશેઃ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણઃ સ્પર્ધકો સજજ

જુનાગઢ તા.૭ : કાલે સવારે ૬.૩૦ થી રાજયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. જેમા વિવિધ જિલ્લામાંથી  ૧૪૮૮ સ્પર્ધકો ભાગ લેશે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર આયોજીત ગિરનાર સ્પર્ધા માટેની તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામા઼ આવી છે અને સ્પર્ધકો ગિરનારને આંબવા માટે સજજ થઇ ગયા છે.

સવારે ૬.૩૦ કલાકે મેયર ધીરૂભાઇ ગોહેલ લીલીઝંડી બતાવીને સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. ઇનામ વિતરણ સમારોહ આવતીકાલે જ બપોરે ૧ર કલાકે મહેનત મંગલનાથજી આશ્રમ ભવનાથ ખાતે યોજાશે.

આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કલેકટર ડો. સૌરભ પારધી, ડીડીઓ પ્રવીણ ચૌધરી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડી.ડી. કાપડીયા, નિવાસી કલેકટર ડી.કે.બારીયા સહિતના અધિકારીઓ મહાનુભાવો  આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.

ગિરનાર સ્પર્ધાને લઇ ભવનાથથી અંબાજી સુધી પોલીસ, વનવિભાગ અને મેડીકલ સ્ટાફ ખડેપગે રહેશે.

(1:03 pm IST)