Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ખંભાળિયા પાલિકાની ૯મીએ સામાન્ય સભાઃ સમિતિઓની રચના કરી આગ ઠારવા પ્રયાસ

ખામનાથ પાસેના કેનેડી પુલ બનાવવા સરકારમાંથી ગ્રાન્ટ મગાશેઃ જુદી જુદી શાખાની કુલ ૪૨ દરખાસ્તો સાથે બોર્ડ મળશે

ખંભાળિયા તા.૪: નગર પાલિકાની તા.૯ના રોજ સામાન્ય સભા મળનાર  છે. જેમાં શહેરના માતબર વિકાસ કાર્યોની સાથે કેટલીક વહિવટી મંજૂરીને બહાલ રાખવામાં આવશે તેમ પાલિકાના એજન્ડા નં.૧૨માં જાણવા મળી રહ્યું છે પાલિકાની સામાન્ય સભા બપોરે ૧૨ કલાક પાલિકાના સભાગૃહ ખાતે મળશે જેમાં જુદી જુદી શાખાઓના કામોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

એજન્ડા નં.૧૨માં દર્શાવ્યા મુજબ ગત તા.૧૬ની સામાન્ય સભાનું વાંચન કરી બહાલ રાખવા, પાલિકાની જુદી - જુદી સમિતીઓની રચના કરવાની બાબતો કમીટી શાખા દ્વારા દ્વારા રજુ કરવામાં આવેલ છે. બાંધકામ શાખા દ્વારા ૧૪માં નાણાપંચ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૧૭-૧૮ની ગ્રાન્ટમાંથી શહેરના કામો નક્કી કરવા શહેરની ભૂગર્ભ ગટર યોજના સંભાળવી, શહેરી વિકાસમાંથી મળેલી ગ્રાન્ટના કામો નક્કી કરવા, ખામનાથ મંદિર પાસે આવેલો કેનેડી પૂલ નવો અને પહોળો બનાવવા માટે સરકારમાં ગ્રાન્ટની માગણી કરવા બાબત, શહેરના જુદા જુદા રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા, સદસ્યોની આવેલી માગણી અન્વયે ટેન્ડર કરતાં વધારાના કામો કરવા અને ખર્ચ મંજૂર કરવા, જુની રેફરલ હોસ્પીટલની જગ્યાએ કાયમી ધોરણે પાલિકા હસ્તક માટે ફાળવવા બાબત,હેડ કલાર્ક શાખામાંથી મુકવામાં આવેલ દરખાસ્તમાં જન્મમરણ શાખામાં સબ રજીસ્ટ્રાર તરીકે નિમણુંક કરવા તેમજ સેનીટેશન ઇન્સપેકટરની નિમણૂંક તથા પાલિકાના સફાઇ કામદારોને લઘુતમ મહેકમ માળખું મંજુર કરવા જણાવ્યું છે યોજના શાખામાંથી આવેલા કામો પૈકીના ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઘી ડેમ વોટર વર્કસ ખાતેની ઉંચી ટાંકી તથા જડેશ્વર ટેકરીની ઉંચી ટાંકીમાંથી લીકેઝ બંધ રકવાનું કામ જડેશ્વર ટેકરી ઉપર ૧૫ લાખ લીટર કેપીસીટી ધરાવતી પાણીની ઉચી ટાકી બનાવવીમાંથી લીકેઝ બંધ કરવાનું કામ, જડેશ્વર ટેકરી ઉપર ૧૫ લાખ લીટર કેપીસીટી ધરાવતી પાણીની ઉંચી ટાકી બનાવવી આ ઉપરાંત મિકેનીક શાખામાં જુની એમ્બ્યુલન્સનો નિકાલ કરી નવી એમ્બ્યુલન્સ ખરીદ કરવા, પાલિકા વિસ્તારમાં સીટી બસ સેવા ચાલુ કરવા માટે જરૂરી ગ્રાન્ટની માગણી કરવા, માનવ સેવા સમિતિની એમ્બ્યુલન્સ પાલિકા હસ્તક લેવા બાબતેથી દરખાસ્તો મુકવામાં આવી છે. સેનીટેશન શાખામાં ચાર રીક્ષા ખરીદવા, જંતુનાશક દવાના છંટકાવ માટે પાંચ પંપ ખીરદવા,નાનુ તથા મોટુ સ્વિપર અને વેકયુમ એમ્પટીયરની ખરીદી કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. જોધપુર ગેઇટ પાસે આવેલા શોપીંગ સેન્ટરની દુકાનો તથા હોલ વેંચાણથી આપવા નિર્ણય કરવા અંગે તેમજ પ્રતાપરાય જીવણદાસ વિગેરેનું ભાડાપટ્ટાની જગ્યાનું ભાડુ વસુલ કરવા બાબતે જનરલ ટેકસીસ શાખાએ દરખાસ્ત મુકી છે. પાલિકા દ્વારા જયાં સુધી કાયમી નાઇટ સેલ્ટરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ટેમ્પરરી બનાવવામાં આવેલા નાઇટ સેલ્ટ રમાં ચા-નાસ્તા અને જમવાનછ વ્યવસ્થાના ખર્ચ બાબત, રેલ્વે સ્ટેશનથી જડેશ્વર મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા, જન્મ મરણ શાખાનું રેકર્ડ કોમ્પયુટર રાઇઝેન કરવા તેમજ પાલિકાના સદસ્યો તરફથી વિકાસ કાર્યો માટે આવેલી રજુઆતો અન્વયે પાલિકામાં જુદા-જુદા હેડની પડેલી ગ્રાન્ટમાંથી તેમજ આવનારી ગ્રાન્ટમાંથી કામો કરવા બાબતોની દરખાસ્તો મુકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાલિકાના શાસનમાં ગ્રહમાન આડા અવળાં ચાલતાં હોવાથી શાસકોની ચાલ ગ્રહની જેમ ફેર બદલી રહી છે. છેલ્લી બે સામાન્ય સભામાં શાસક સભ્યોનો વિરોધ્ધનો સૂર રહેતાં વિપક્ષ કોંગ્રેસના ટેકાથી સભાના ઠકાવો બહાલ રાખ્યા હતા ત્યારે આ વખતે માતબર વિકાસકાર્યો સાથેની મળનારી સામાન્ય સભામાં શાસકપક્ષના સભ્યોનો શું રોલ રહે છે. તે જોવું રહ્યું.

સરકારને અભિનંદન પાઠવાશે

સામાન્ય સભાની કમીટી શાખાની પહેલી દરખાસ્તમાં પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા નાગરીકતા સંશોધન કાયદાની અમલવારી કરવામાં આવતા ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ આપી છે. તે બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવાશે તેમજ દ્વારકા જિલ્લાની ખંભાળિયા હોસ્પીટલને અપગ્રેડ કરવા અને મેડીકલ કોલેજની મંજુરી આપવા અંગે રાજય સરકારનો આભાર વ્યકત કરવામાં આવશે.

ભાડા પટ્ટાની જગ્યાઓ કાયદેસર કરવા માટેની અરજીઓ સ્થગીત

પાલિકા વિસ્તારમાં આવતી ભાડા પટ્ટાની કેટલીક વિવાદીત અને કિંમતી જગ્યાઓને કાયદેસર કરવા માટેના અગાઉની સામાન્ય સભાના ઠરાવમાં મળેલી દરખાસ્તો મુજબ અત્યાર સુધીમાં અંદાજીત ૧૫૦ જેટલી અરજીઓ આવી હતી જેમાં કેટલીક વહીવટી સહિતની બાબતો પુરતી ન હોવાથી આ મુદે પાલિકા તંત્ર વિવાદમાં ન આવવા માટે હાલ તમામ અરજીઓ પેન્ડીગ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

(1:02 pm IST)