Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જૂનાગઢની વીરાંગનાઓએ ઝાંસીની રાણીની પ્રતિમાની સાફ-સફાઈ કરી

ખુબ લડી વો મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી : શહેરની કોલેજીયન યુવતીઓએ કર્યું પ્રેરણાદાયી કામ

જૂનાગઢ,તા.૪: જૂનાગઢની વીરાંગનાઓએ આજે એક પ્રેરણાદાયી પગલું ભર્યું હતું, સાચી સ્વાતંત્ર સેનાની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને આજે કોલેજીયન યુવતીઓ દ્વારા સાફ-સફાઈ કરીને યાદગાર કામ કર્યું હતું.

જૂનાગઢમાં ઝાંસીની રાણીના ચોક તરીકે પ્રખ્યાત ચોકમાં વર્ષ ૨૦૦૭ માં ૧ લી મે ના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ખાસ ઉજવણી વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પામેલ ઝાંસીની રાણીની પ્રતિમા આજે પણ અખંડ છે. તેની સમયાન્તરે કાળજી લેવામાં આવતી હોય છે. ત્યારે આજે શહેરની અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક કોલેજીયન યુવતીઓના એક ગ્રુપે આજે સાંજે એક પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

સાંજે ઝાંસીના પુતળા પાસે એકત્ર થઈને આ દીકરીઓએ ઝાંસીની પ્રતિમાની પાણીથી સાફ-સફાઈ કરીને હારતોરા કર્યા હતા, અને ઝાંસીની રાણીને યાદ કરી હતી. એકસાથે ખુબ લડી વો મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી ના નારા સાથે સૌ દીકરીઓએ અન્ય લોકોને પ્રેરણા મળે તેવું કામ કરીને બતાવ્યું હતું.

(1:01 pm IST)