Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોટડાસાંગાણીના પડવલા નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુપીના રાજેશનું મોત

બાઈક પાછળ બેઠેલ સુમન તૈલીને ગંભીર ઈજા થતા રાજકોટ હોસ્પીટલમાં સારવારમાં

રાજકોટ, તા. ૪ :. કોટડાસાંગાણીના પડવલા પીપલાણા રોડ પર બાઈક ઝાડ સાથે અથડાતા યુપીના યુવાનનું મોત નિપજ્યુ હતુ. જ્યારે બાઈક પાછળ બેઠેલ યુવાનને ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના ભરારી ગામના વતની અને હાલ લોઠડા શિવ મેટલમાં રહેતો રાજેશકુમાર ઘનશ્યામ (ઉ.વ. ૨૮) તથા તેનો મિત્ર સુમન અમલ શાહા તૈલી (ઉ.વ. ૨૧) હોન્ડા સાઈન બાઈક નં. જીજે ૧૧ બીએન ૭૪૯૭માં જતા હતા ત્યારે પડવલા-પીપલાણા રોડ પર લીંમડાના ઝાડ સાથે અથડાતા બાઈક સ્વાર રાજેશકુમારનંુ મોત નિપજ્યુ હતું. જ્યારે પાછળ બેઠેલ સુમન તૈલીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. બનાવ અંગે ઈજાગ્રસ્ત સુમનની ફરીયાદ પરથી પોલીસે મૃતક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)