Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સોશિયલ મીડિયાના દુરૂપયોગથી આજના યુવાધનનો ભાવિ અંધકારમય બની રહ્યું છેઃ મોલાના સાકીર

ધોરાજી ખાતે સુન્ની દાવતે ઈસલામીનો ૨૨ મો વાર્ષિક અધિવેશનમાં પ્રેરક પ્રવચન

 ધોરાજીઃ તા.૪,  સુન્ની દાવતે ઇસ્લામી નો ૨૨ મો વાર્ષિક અધિવેશન ધોરાજી માં આવેલ શાહ જી હોલ  ખાતે યોજવામાં આવેલ હતો

આ તકે કારી રિયાઝુદ્દીન   અશરફી એ  નાત શરીફ સંભળાવી અને લોકોને ડોલાવ્યા હતા અને બાદ માં યુવાઓ ને હદય માં વસતા અને લાખો યુવાનોને ગુનાહિત પ્રવૃત્ત્િ। છોડાવી તથા વ્યસનમુકિતનો સંદેશ આપનાર અને હંમેશ માટે માતૃભૂમિની રક્ષા માટે નો સંદેશ આપનાર સૈયદ અમીનુલ કાદરીનો પણ વાયજ યોજાયો હતો જેમાં યુવાનોને તથા વડીલોને યોગ્ય શીખ આપવામાં આવી હતી બાદમાં મૌલાના મોહમ્મદ શાકીર   નૂરીનું પણ બયાન યોજાયું હતું જેમાં મોલાના  એ જણાવ્યું હતું કે આજનો યુવાધન સોશિયલ મીડિયાના કારણે તેનું ભાવિ અંધકારમય બનાવી રહ્યું છે કોમ્પ્યુટર ટેકનીક તથા ઇન્ટરનેટ માધ્યમનો ઉપયોગ કરવો યોગ્ય છે પરંતુ ઇન્ટરનેટ અને સોશીયલ મીડીયા ના માધ્યમ ના દુરુપયોગથી યુવાનોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે ખાસ કરી અને માતા-પિતાઙ્ગ એ વાત પર ધ્યાન આપવું કે બાળકો સોશ્યલ મીડિયા નો દૂર ઉપયોગ નથી કરી રહ્યાં ને ??

 આ તકે મુફ્તી ગુલામ ગોસ્ અલ્વી, સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી હાજી ઇદ્રીશભાઈ કુંડા, મુકિમભાઈ હસન ફતા   અબ્દુલ હસન ફ્તા ઉપસ્થિત રહ્યા હતા અંતમાં ઝિક્ર શરીફ અને વિશ્વ શાંતિ માટે   દુઆ કરવામાં આવી હતી.

(11:50 am IST)