Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

વાંકાનેર રઘુવંશી સમાજના પ૪ તેજસ્વી વિદ્યાર્થીઓનું અદ્કેરૂ સન્માન કરાયું

વાંકાનેર, રાજકોટ, મોરબી, ભાયાવદર, ચોટીલા, કુવાડવાથી લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિત

વાંકાનેર, તા. ૪ : વાંકાનેરમાં લોહાણા સમાજ દ્વારા પ્રતિવર્ષ જેમ આ વર્ષ પણ રઘુવંશી સમાજનું શિક્ષણ જગતમાં નામ રોશન કરનાર સારા માર્કસ સાથે જ્ઞાતિનું નામ રોશન કરનાર ધોરણ પ થી લઇ માસ્ટ ડીગ્રી સુધીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ વાંકાનેર લોહાણા મહાજન વાડીમાં ભવ્યતાથી યોજાયો હતો.

વાંકાનેર રઘુવંશી તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા માટે વાંકાનેર મહાજન ઉપરાંત રાજકોટ, મોરબી, પોરબંદર, ભાયાવદર, કુવાડવા વિગેરે ગામથી લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આરાધ્ય દેવ ભગવાનશ્રી રામચંદ્રજી, પૂ. જલારામ બાપા અને વિદ્યાની દેવી માં સરસ્વતીની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટય કરી પ્રથમ મંચસ્થ અગ્રણીઓનું સન્માન વાંકાનેર લોહાણા મહાજન, યુવક મંડળ, મહીલા મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપના હોદેદારોના હસ્તે કરવામાં આવેલ.

ત્યાર બાદ રાજકોટથી પધારેલા પ્રતાપભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, પરેશભાઇ વઠલાણી, મોરબીથી પધારેલા અશ્વિનભાઇ કોટક, અશોકભાઇ કાથરાણી, જનકભાઇ દક્ષીણી, પોરબંદરથી પધારેલા યોગેશભાઇ પોપટ, કમલભાઇ પાંઉ, કાર્તિકભાઇ રાજા, કુવાડવાથી ભીખાભાઇ પાંઉ, ભાયાવદરના અશોકભાઇ ભયાણી, કેતનભાઇ તન્ના, રાજકોટના હસુભાઇ ચંદારાણા, ધવલભાઇ મીરાણી, પિન્ટુભાઇ માણેક, બીજલબેન ચંદારાણા, શીતલબેન બુદ્ધદેવ, મીરાબેન કાનાણી સહિતના પ૦થી વધુ મહેમાનોનું સાફો-તલવાર અને ભાગવત ગીતા આપી સન્માન કરવામાં આવેલ.

આ ગૌરવવંતા કાર્યક્રમમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જયોત્સનાબેન સોમાણી, જીતુભાઇ સોમાણી, લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, ગીરીશભાઇ કાનાબાર, વિનુભાઇ કટારીયા, જીતેન્દ્રભાઇ કોટક (કેનેડી), રસીકભાઇ ભીંડોરા, નિવૃત મામલતદાર જી.એમ. સુબા, આર.ટી. કોટક, મહેશભાઇ રાજવીર, ભરતભાઇ ભીંડોરા, કિશોરભાઇ પુજારા, ઉપરાંત યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉપપ્રમુખ બટુકભાઇ બુદ્ધદેવ, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જીગ્નેશ મજીઠીયા, ઉપપ્રમુખ અમીત સેજપાલ, ઉતમભાઇ રાજવીર, બકુલભાઇ રાજવીર, કિરીટભાઇ ઉપરાંત મહિલા મંડળના પ્રમુખ પુનિતાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના મહીલા મંડળના હોદેદારો અને વાંકાનેર લોહાણા સમાજની ઉપસ્થિતિમાં જ્ઞાતિનું ગૌરવ વધારનાર પ૪ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અર્પણ કરી તેમને સન્માનીત કરવામાં આવેલ અને શિક્ષણ જગતમાં ખૂબ સારો અભ્યાસ પ્રાપ્ત કરી ડોકટર, એન્જીન્યર, વકીલ, સી.એ. ઉપરાંત આઇ.પી.એસ. કક્ષાના અધિકારીઓ બનો અને સમાજનું નામ ખૂબ રોશન કરો તેવી મંચસ્થ ઉપરોકત અગ્રણીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

(11:50 am IST)