Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગઢડામાં ઝેરી દવા પી લેનાર સુનિતા વસનીયાનું મોત

૧પ દિવસ પહેલા નાનાભાઇ સાથે મજાક-મસ્તી કરતી વખતે માઠુ લાગતા યુવતીએ દવા પી લીધી'તી

રાજકોટ, તા. ૪ : ગઢડા ગામમાં નાનાભાઇ સાથે મજાક-મસ્તી કરતી વખતે માઠુ લાગી આવતા ઝેરી દવા પી લેનાર ભીલ યુવતિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગઢડા ગામમાં રહેતી સુનિતા ગણપતભાઇ વસનીયા (ઉ.વ.૧૮) એ ગત તા. ૧૯-૧ર-ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સુનિતા ત્રણ ભાઇ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હતી. નાના ભાઇ સાથે મજાક-મસ્તી કરતી વખતે માઠુ લાગી આવતા તેણે આ પગલુ ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વિનોદભાઇ તથા રાઇટર કિરીટભાઇ રામાવતે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)