Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પોરબંદરઃ એન.ડી.પી.સી.એકટના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન પર

પોરબંદર, તા. ૪ : એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એક કિલા ગાંજાના જથ્થા સાથેના ગુન્હામાં પકડાયેલા આરોપીના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

હાલના કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી કિરણ કાળુભાઇ સોલંકી રે. મુળ-જુનાગઢ કાળવા ચોક, રહે. હાલ-ધરમપુર વાળાના પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઝુપડામાંથી ગેરકાયદેસર રીતે ગાંજો જેનો વજન ૧ કિલો કિંમત ૬૦૦૦/- ના મુદામાલ સાથે એસ.ઓ.જી. બ્રાન્ચે રેઇડ કરી અને આરોપી સામે એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી) ર૦(બી), ર૯ મુજબનો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ. ત્યાર બાદ આરોપીની અટક કરી કોર્ટમાં રજુ કરેલ અને કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ ત્યાર બાદ આરોપીએ તેમના જોખીયા-એડવોકેટ દ્વારા સ્પેશીયલ કોર્ટમાં જામીન મુકત થવા જામીન અરજી કરેલ હતી.

એન.ડી.પી.એસ.ના કેસો ચલાવવા માટે નિમાયેલ સ્પેશીયલ કોર્ટના આર.આર.ભટ્ટ જજે શરતોને  આધીન આરોપીની જામીન અરજી મંજુર કરી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.

ઉપરોકત આ કામમાં જોખીયા-એડવોકેટ ઓફીસના અકબર એસ.સેલોત અને સાહીમલેક રોકાયેલા હતા.

(11:49 am IST)